ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ સાતમા દિવસમાં પ્રવેશી ચુકયો છે.
રશિયાના હુમલાનો યુક્રેન જડબાતોડ જવાબ આપી રહ્યું છે અને રશિયાને ભારે મોટી ખુવારી કરાવી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ મોટો દાવો કરતા કહ્યુ છે કે, પહેલા 6 દિવસમાં રશિયાના 6000 સૈનિકો માર્યા ગયા છે.
સાથે તેમણે કહ્યુ કે, રશિયા ક્યારેય યુક્રેન પર બોમ્બ અને હવાઈ હુમલા કરીને કબ્જો નહીં કરી શકે.
કીવ પર જે રીતે હુમલો થઈ રહ્યો છે તે જોતા લાગે છે કે, રશિયામાં બેઠેલા કેટલાક લોકોને કીવ અંગે અને યુક્રેનના લોકોના ઈતિહાસ અંગે કોઈ જાણકારી નથી.
આ લોકોએ રશિયાની સેનાને આદેશ આપેલો છે કે, યુક્રેનના ઈતિહાસ અને યુક્રેનના અસ્તિત્વને ખતમ કરી નાંખો.