News Continuous Bureau | Mumbai
જીવનનું સત્ય શું છે? આ પ્રશ્નનો જવાબ મૃત્યુ છે. તેનો ડર દરેક માનવીને હોય છે. તમે વિચારતા હશો કે અમે આ વિશે શા માટે વાત કરી રહ્યા છીએ. વાસ્તવમાં કંબોડિયામાં એક વ્યક્તિનું એવું દર્દનાક મોત થયું છે, જેને જાણીને તમારો આત્મા કંપી જશે. 40 મગરોએ એક 72 વર્ષીય વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. તેના શરીરના અનેક ટુકડા કરી દીધા, વૃદ્ધને લોહી લુહાણ કરી ખાઈ ગયા. ભૂલ માત્ર એટલી હતી કે, તે વ્યક્તિ મગરના વાડામાં પડી ગયો અને પછી તેની સાથે જે થયું તે બધા જોઈ ચોંકી ગયા.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના કંબોડિયાની છે. અહીં સીએમ રિપ નામના શહેરમાં આવેલા મગરોના ફાર્મમાં કામ કરી રહેલા 72 વર્ષીય વૃદ્ધને મગરોએ પોતાના વાડામાં ખેંચી લીધા હતા અને તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાંખ્યા હતા. પોલીસના કહેવા અનુસાર આ વૃદ્ધ વ્યક્તિએ એક મગરને ઈંડા આપતા જોયો હતો. તેને ઈંડાથી દુર કરવા માટે એક હૂકની મદદથી મગરોને તેઓ બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એક મગરે હુક મોઢામાં પકડીને એટલા જોરથી ખેંચ્યો કે આ વૃદ્ધ કર્મચારી સીધા મગરના વાડામાં પડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : આ છે ભારતમાં વિશ્વનું એકમાત્ર એવું મંદિર, જ્યાં પ્રસાદ તરીકે અપાય છે ચા અને મગ, લોકો દૂર-દૂરથી આવે છે દર્શને..
મહત્વનું છે કે આ વાડામાં 40 જેટલા મગરો છે. થોડી જ વારમાં બધા મગરો ભેગા થયા અને વૃદ્ધના ટુકડા કરી નાખ્યા. તેના આખા શરીર પર ઉઝરડા હતા. કંબોડિયન પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિના શરીરનો 30 જ ટકા હિસ્સો બાદમાં પોલીસના હાથમાં આવ્યો હતો. જ્યારે 70 ટકા હિસ્સો મગરો ખાઈ ગયા હતા. પોલીસે કહ્યું કે વ્યક્તિના શરીર પર હુમલાના એટલા બધા નિશાન છે કે તે ગણી શકાય તેમ નથી. તેમનો એક હાથ મગરો ગળી ગયો હતો. મગરોના વાડાની કોંક્રિટની દિવાલો પણ લોહીથી રંગાઈ ગઈ હતી.
આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે અરેરાટી મચાવી છે. જોકે આ પહેલી ઘટના નથી, અગાઉ આ જ જગ્યાએ 2019માં પણ મગરોએ બે વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી હતી.