Site icon

ચીનમાં કોરોનાનો કહેર: હેનાનમાં આશરે 88 મિલિયન લોકો અત્યાર સુધી કોરોના સંક્રમિત થયા

એક તરફ ચીનમાં કોરોના કહેર મચાવી રહ્યો છે તો બીજી તરફ ચીનની સરકાર કોરોના પ્રતિબંધોને ખતમ કરી રહી છે.

China's lockdown plans for flu leave many furious

ચીનમાં ફરી લોકડાઉનની તૈયારીઓ, કોવિડ બાદ હવે 'આ' બીમારીએ ઉચક્યું માથું..

News Continuous Bureau | Mumbai

ચીનમાં કોરોના મહામારીના કારણે હાલ પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનમાં વસ્તીની દ્રષ્ટિએ ત્રીજા સૌથી મોટા પ્રાંત હેનાનમાં 90 ટકા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સેન્ટ્રલ હેનાન પ્રાંતના હેલ્થ કમિનશનના ડાયરેક્ટર કાન કુઆનચેંગે જણાવ્યું કે, 6 જાન્યુઆરી, 2023 સુધીમાં તેમના રાજ્યની 89.0 ટકા વસ્તી કોરોનાથી પ્રભાવિત થઈ છે.

Join Our WhatsApp Community

હેનાનમાં આશરે 88 મિલિયન લોકો કોરોના સંક્રમિત

મીડિયા રિપોર્ટ મુજબ, ચીનના હેનાન પ્રાંતની વસ્તી લગભગ 99 મિલિયન છે. આવી સ્થિતિમાં જો આંકડાઓની વાત કરીએ તો 99 મિલિયન લોકોમાંથી અત્યાર સુધીમાં 88 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. કાન કુઆનચેંગે જણાવ્યું હતું કે, ડિસેમ્બરના મધ્યમાં હોસ્પિટલમાં જનારા લોકોની સંખ્યા ટોચ પર હતી, પરંતુ હાલ તેમાં થોડો ઘટાડો થયો છે. પરિસ્થિતિ આટલી ખરાબ હોવા છતાં ચીન દુનિયાથી કોરોનાના આંકડા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વાસ્તવમાં, ચીને ડોક્ટરોને એક એડવાઈઝરી જારી કરીને દર્દીઓના મોતના પ્રાથમિક કારણ તરીકે કોરોનાને રિપોર્ટ ના કરે. અહેવાલ મુજબ, ચીનમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  ઢાબા સ્ટાઇલ પનીર મસાલા બહુ મીસ કરો છો? તો આ રીતે ઘરે બનાવો, તો જાણો બનાવવાની રીત

આ મહિનમાં ચીનમાં લૂનાર નવા વર્ષની ઉજવણી થશે

એક તરફ ચીનમાં કોરોના કહેર મચાવી રહ્યો છે તો બીજી તરફ ચીનની સરકાર કોરોના પ્રતિબંધોને ખતમ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, રવિવારથી ચીને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ક્વોરેન્ટાઈનની ફરજિયાત જરૂરિયાતને નાબૂદ કરી દીધી છે. ચીને તેની આંતરરાષ્ટ્રીય સરહદો ફરી ખોલી છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની શરૂઆતમાં ચીને કડક નિયંત્રણો લાદ્યા હતા, જેના કારણે ચીનના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ મહિનાના અંતમાં, ચીનમાં લૂનાર નવા વર્ષનો તહેવાર ઊજવવામાં આવશે. આવી સ્થિતિમાં ચીનના કરોડો લોકો એક શહેરથી બીજા શહેરોમાં તેમના ઘરે જશે. આવી સ્થિતિમાં ચીનમાં કોરોનાના કેસ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version