ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
પાકિસ્તાન હંમેશાં કોઈ ને કોઈ બાબતે ચર્ચામાં રહે જ છે, ત્યારે ઘણા સમય બાદ એક રહસ્ય સામે આવ્યું છે.
તાલિબાને હવે આ રહસ્યની પુષ્ટિ કરી છે કે તેના સુપ્રીમ લીડર હૈબતુલ્લા અખુંદઝાદાની હત્યા કરવામાં આવી છે. એક મીડિયા હાઉસનાં સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે 2016થી તાલિબાનનો વડો રહેલો અખુંદઝાદા 2020માં પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં માર્યો ગયો હતો.
તાલિબાનના એક વરિષ્ઠ નેતા અમીર-અલ-મુમિનીને કહ્યું છે કે પાકિસ્તાની દળો દ્વારા સમર્થિત આત્મઘાતી હુમલામાં હૈબતુલ્લા અખુંદઝાદા શહીદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે એક મીડિયા હાઉસે અગાઉ પણ અહેવાલ આપ્યો હતો કે અખુંદઝાદા કાં તો પાકિસ્તાનના કબજામાં છે અથવા તેનાં દળો દ્વારા માર્યો ગયો છે.
તાલિબાનના શાસન દ્વારા અટકળો ચાલી રહી છે, હકીકતમાં ઑગસ્ટમાં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી અખુંદઝાદા વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ તાલિબાન દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે કે અખુંદઝાદા જીવિત છે અને ટૂંક સમયમાં જાહેરમાં હાજર કરવામાં આવશે. વાસ્તવમાં હૈબતુલ્લા અખુંદઝાદા આજ સુધી ક્યારેય લોકો સમક્ષ હાજર થયો નથી. તે પડદા પાછળ કામ કરી રહ્યો છે. એક મીડિયાના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટ પર અખુંદઝાદાની તસવીર પણ વર્ષો જૂની છે.
શું તમને પણ આવી આદતો છે? તો ચેતજો, જે તમને બહેરા બનાવી શકે છે; જાણો આદતો
તાલિબાન નેતાઓ વચ્ચે અફવાઓ પણ હતી. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવી ગયું છે, લોકો તેની જાહેર હાજરીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે આવું ન થયું ત્યારે અફવાઓનો રાઉન્ડ શરૂ થયો. તાલિબાન નેતાઓ વચ્ચે અફવાઓ પણ ફરવા લાગી કે અખુંદઝાદા જીવિત નથી?
2016માં અમેરિકાએ તાલિબાન ચીફ અખ્તર મન્સૂરને ડ્રૉન હુમલામાં મારી નાખ્યો હતો. આ પછી અખુંદઝાદાને મન્સૂરના ઉત્તરાધિકારી બનાવવાની જાહેરાત કરવામાં આવી. અખુંદઝાદા કંદહારનો કટ્ટર ધાર્મિક નેતા હતો. લોકો તેને લશ્કરી કમાન્ડર કરતાં ધાર્મિક નેતા તરીકે વધારે જાણતા હતા. એવું કહેવાય છે કે અખુંદઝાદાએ જ ઇસ્લામિક સજાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત તે ખુલ્લેઆમ હત્યા કે ચોરી કરનારાઓને મોતની સજા આપતો હતો. આ સિવાય તે ફતવા પણ બહાર પાડતો હતો.