Site icon

અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ વણસી,  તાલિબાને અફઘાન એરસ્પેસ કર્યો બંધ ; એર ઈન્ડિયાએ લીધો આ મહત્વનો નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની એન્ટ્રી બાદ સ્થિતિ વણસી છે અને લોકો કાબુલ છોડવા માટે મરણીયા બન્યા છે. ત્યારે ગંભીર સ્થિતિને ધ્યાને લેતા હવે એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી જાણકારી પ્રમાણે, કાબુલ હવાઈ મથકથી પરથી તમામ પ્રકારની ફ્લાઈટ્સ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અફઘાનિસ્તાન જવા રવાના થનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ  રદ્દ કરવામાં આવી છે.  

ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાને દહેશત મચાવી છે અને આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ દેશ છોડી ચૂક્યા છે અને કાબૂલમાં પણ તાલિબાને પોતાનો ઝંડો લહેરાવ્યો છે.

મહારાષ્ટ્રમાં છૂટ આપવાનો નિર્ણય જોખમી સાબિત થશે? મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના ત્રણ અલગ વેરિયન્ટ મળી આવ્યા; જાણો વિગત 

Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Exit mobile version