ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનોની એન્ટ્રી બાદ સ્થિતિ વણસી છે અને લોકો કાબુલ છોડવા માટે મરણીયા બન્યા છે. ત્યારે ગંભીર સ્થિતિને ધ્યાને લેતા હવે એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી જાણકારી પ્રમાણે, કાબુલ હવાઈ મથકથી પરથી તમામ પ્રકારની ફ્લાઈટ્સ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અફઘાનિસ્તાન જવા રવાના થનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ રદ્દ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાને દહેશત મચાવી છે અને આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ દેશ છોડી ચૂક્યા છે અને કાબૂલમાં પણ તાલિબાને પોતાનો ઝંડો લહેરાવ્યો છે.