Site icon

તાલિબાનના ડરથી અફઘાન છોડવા અમેરિકી કાર્ગો વિમાનમાં કરી હતી પડાપડી, હવામાંથી નીચે પડી  મોતને ભેટનાર યુવાન હતો અફઘાનિસ્તાનનો યુવા ફૂટબૉલર; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક લોકોમાં એટલો ડર ધરાવે છે કે લોકો કોઈ પણ રીતે દેશ છોડવા આતુર છે. 16 ઑગસ્ટના જ્યારે કાબુલ ઍરપૉર્ટ પરથી એક વિમાને ટેક ઑફ કર્યું ત્યારે તેને જગ્યા ન મળી ત્યારે ત્રણ લોકો ટાયર પકડીને લટકી રહ્યા હતા, પરંતુ ફ્લાઇટમાંથી પડી ગયા અને મૃત્યુ પામ્યા. વિમાનમાંથી પડીને મોતને ભેટનારા ત્રણ લોકોમાં અફઘાનિસ્તાનની નૅશનલ ફૂટબૉલ ટીમના 19 વર્ષના ખેલાડી ઝાકી અનવારીનું મોત પણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ભાજપ શાસિત આ રાજ્યના ગૃહ મંત્રીની તબિયત બગડી, ઑક્સિજન લેવલમાં થયો ઘટાડો; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

પ્રાપ્ત જાણકારી મુજબ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અફઘાન ફૂટબૉલર કાબુલમાં અમેરિકી સૈન્ય વિમાનમાંથી પડી ગયો હતો. અફઘાનિસ્તાનની નૅશનલ ફૂટબૉલ ટીમે તેના મોત બાબતે ફેસબુક પેજ પર પુષ્ટિ કરી છે. ફેસબુક પેજ પર ઝાકી અનવરીનો ફોટો શૅર કરીને તેને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે તેનું મોત વિમાનમાંથી પડ્યા બાદ થયું હતું. ઝાકી અનવરી અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય યુવા ફૂટબૉલ ટીમનો ભાગ હતો. 

ઉલ્લેખનીય છે કે ગત સોમવારે એટલે કે 16 ઑગસ્ટના રોજ કાબુલ પર તાલિબાનના કબજા બાદ હજારો લોકો પોતાનો જીવ બચાવવા કાબુલ ઍરપૉર્ટ પહોંચ્યા હતા અને અંધાધૂંધીમાં ઘણા લોકો ત્યાંથી ઊપડતા C-17 કાર્ગો પ્લેનમાં સવાર થયા હતા.

ટીમ ઇન્ડિયા તરફથી રમતા આ ક્રિકેટર પર લાગ્યો ચોરીનો આરોપ, રાજ્યના ક્રિકેટ બોર્ડે લગાવ્યો આરોપ; જાણો વિગતે

Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Global Conflict Escalates: હવે બચવું મુશ્કેલ! અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર; મિસાઈલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
PM Modi Call to Netanyahu: શું ભારત રોકશે ઈઝરાયેલ-ઈરાન મહાયુદ્ધ? પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની ચર્ચા; ખાડી દેશોમાં શાંતિ માટે ભારતનો માસ્ટરપ્લાન..
Exit mobile version