News Continuous Bureau | Mumbai
ઉત્તર-પૂર્વી મેક્સિકોના માટામોરોસમાં એક ૬ વર્ષના બાળકનું કથિત રીતે એક ગ્લાસ મોન્સ્ટર એનર્જી ડ્રિંક પીવાથી મોત થયું છે. આ દુખદ ઘટના તે સમયે થઇ જ્યારે તે પોતાની દાદીના ઘરે જઇ રહ્યો હતો. તેણે પોતાની તરસ છુપાવવા માટે જલદીથી મોન્સ્ટર એનર્જી ડ્રિક પી લીધું. એનર્જી ડ્રિંક પીધા બાદ બાળકને બેચેનીનો અનુભવ થવા લાગ્યો અને તેના સંબંધીઓ સ્થાનિક લોકો હોસ્પિટલ લઇ ગયા. હોસ્પિટલમાં ભરતી થયા બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું બ્રેન ડેડ થઇ ગયું છે. ત્યારબાદ તે બાળક છ દિવસ કોમામા રહ્યું, કારણ કે તેની માતા જેસિકાએ શરૂમાં તેને આટિ્ર્ફશિયલ લાઇફ સપોર્ટ મશીનથી દૂર કરવાની પરવાનગી આપી ન હતી. આ વાતની જાણકારી મળી શકી નથી કે એ ૬ વર્ષના બાળકને પહેલાંથીજ કોઇ ગંભીર બિમારી હતી કે નહી. જોકે એનએચએસ સહિત વિભિન્ન હેલ્થ એક્સપર્ટે સલાહ આપી છે કે નાના બાળકોને એનર્જી ડ્રિંકનું સેવાન ન કરવું જોઇએ. જેમાં મોટી માત્રામાં કૈફીન અને ખાંડ હોય છે. બાળકના મોત બાદ અત્યાર સુધી મોન્સ્ટર એનર્જી ડ્રિંકની તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો :એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ સીઈઓનું મોટું નિવેદન. ટિ્વટર કંપનીનું ભવિષ્ય હવે અનિશ્ચિત છે.