News Continuous Bureau | Mumbai
બ્રિટનના નવા વડાપ્રધાન (Prime Minister of Britain)ની રેસમાં કન્ઝર્વેટિવ પાર્ટી આગળ ચાલી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટી (conservative party)ના ઉમેદવાર ભારતીય મૂળના ઋષિ સુનકે(Rishi Sunak) પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. દરમિયાન, કાર્યવાહક વડાપ્રધાન બોરિસ જોનસને(Boris Johnson) સુનક વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
મીડિયામાં ચાલી રહેલા સમાચાર મુજબ બોરિસ જોનસન(Boris Johnson) ઋષિ સુનક(Rishi Sunak)ને બદલે અન્ય ઉમેદવારને સમર્થન(support) આપી રહ્યા છે. આ સિવાય તેઓ અન્ય ઉમેદવારો(candidates)ને પણ કહી રહ્યા છે કે તેઓ કોઈપણ કિંમતે ઋષિ સુનકને સમર્થન ન આપે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જોન્સન, ઋષિ સુનકને સત્તા ગુમાવવાનું(political crisis) સૌથી મોટું કારણ માને છે. બોરિસ જોન્સનનું માનવું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ઋષિ તેમને સત્તા પરથી હટાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ માને છે કે ઋષિ સુનકના કારણે જ તેઓએ તેમની ખુરશી ગુમાવી પડી છે. સાથે એવા પણ અહેવાલો છે કે જોન્સન સુનક સિવાય કોઈને પણ સમર્થન આપવા તૈયાર છે.
આ સમાચાર પણ વાંચો : શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે
બોરિસ જોન્સનના રાજીનામા બાદ ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના આગામી પીએમ(PM) બનવાની રેસમાં આગળ નીકળી ગયા છે. સુનક બે રાઉન્ડના વોટિંગ(two round voting)માં આગળ છે. ગુરુવારે બીજા રાઉન્ડના મતદાનમાં તેમને સૌથી વધુ 101 મત મળ્યા હતા. પીએમ પદની રેસમાં તેમની સાથે વધુ ચાર ઉમેદવારો છે. બીજા રાઉન્ડના મતદાનમાં ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેનને સૌથી ઓછા 27 મત મળ્યા હતા. તે આ રેસમાંથી બહાર છે. જોકે આ રેસ હજુ અહીં ખતમ થવાની નથી. મતદાનનો આ રાઉન્ડ આમ જ ચાલશે. આગામી 5 દિવસમાં 3 વખત મતદાન થશે. દરેક વખતે ઓછા મતો ધરાવતા ઉમેદવારને નાબૂદ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયા 21 જુલાઈ સુધી પૂર્ણ થઈ શકે છે.