News Continuous Bureau | Mumbai
ઓફિસ(office)માં કોઈ વ્યક્તિને ટકલુ(Bald) કહેવું એ યૌન ઉત્પીડન(Sexual harassment)ના ગુના હેઠળ આવી શકે છે એવો મહત્વનો ચુકાદો બ્રિટન(Britain)માં એમ્પ્લોયમેન્ટ ટ્રીબ્યુનલે(Employment Tribunal) આપ્યો છે.
બ્રિટનમાં જસ્ટિસ જોનાથન બ્રેન નીત સહિત ત્રણ સભ્યોની બનેલી બેંચે નોંધ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ઓછા વાળ હોવાનું કહેવું એ એક પ્રકારનું અપમાન છે. તે એક ઉત્પીડન સમાન છે.
આ સમાચાર પણ વાંચો : પોલીસ પર હાથ ઉઠાવવો ભારે પડ્યો, 11 વર્ષ બાદ કોર્ટે ફટકારી આટલા વર્ષની જેલની સજા…જાણો વિગતે.
વાત બની એમ કે ટોની ફિન (Tony Finn)નામના યુવકે વેસ્ટ યોર્કશાયર સ્થિત બ્રિટિશ બંગ કંપની વિરુદ્ધ અનુચિત રીતે તેને બરખાસ્ત કરવા અને યૌન ભેદભાવનો આરોપ લગાડ્યો હતો. ફિનને ગયા વર્ષે મે મહિનામાં નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યો હતો. તેણે કંપનીમાં 24 વર્ષ સુધી ઇલેક્ટ્રિશયન તરીકે કામ કર્યું હતું.
જસ્ટિસની બેંચે (Bench of Justice)ચૂકાદામાં કહ્યું હતું કે ટકલું(Bald) શબ્દ અને સેક્સની સંરક્ષિત વિશેષતા વચ્ચે સંબંધ છે. મહિલાઓની સરખામણી માં પુરુષોમાં ટકલા હોવાનું પ્રમાણ વધારે છે. જે સ્વાભાવિક રીતે સેક્સથી સંબંધિત છે. આ કેસમાં ટોની ફિનને કંપની તરફથી વળતર સહિત અન્ય બાબતો પણ આગળની સુનાવણીની આગળની તારીખ આપવામાં આવી છે. પરંતુ કોઈ વ્યક્તિને ટકલુ કહેવા સામે કોર્ટે આંખ લાલ કરી હતી.