ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 એપ્રિલ 2021.
બુધવાર.
ચાડ દેશના રાષ્ટ્રપતિ ઈદરિસ ડેબી વિદ્રોહીઓ સાથે થયેલા સંઘર્ષમાં માર્યા ગયા. 68 વર્ષના ઈદરિસ ડેબી ચાડની સત્તા પર ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી કાર્યરત હતા. તેઓ આફ્રિકાના સૌથી વધારે સમય સુધી સત્તા પર રહેનારા નેતાઓમાંથી એક હતા. ઇદરિસ ડેબીના મૃત્યુથી અફરા તફરીનો માહોલ રચાતા ચાડની સરકાર અને સાંસદ ને બરખાસ્ત કરી દેવામાં આવી છે. ચાડમાં કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે અને સીમાઓ પણ બંધ કરી દીધી છે.
ઇદરિસ ડેબી પહેલા સેનાના એક અધિકારી હતા અને વર્ષ 1990માં સશસ્ત્ર વિદ્રોહ મારફતે સત્તા પોતાના હાથમાં લીધી હતી. આફ્રિકાના સાહેલ વિસ્તારના જેહાદી સમૂહ વિરુદ્ધની લડાઈમાં તેઓ ફ્રાંસ અને પશ્ચિમની શક્તિઓ સાથે ઘણા લાંબા સમય સુધી સક્રિય હતા. તેઓ રાજધાની અનજમેના થી સેકડો કિલોમીટર દૂર ઉત્તર સેનાના મોરચા પર ગયા હતા. ત્યાં જ સંઘર્ષ થતા વિદ્રોહી સંગઠનના હાથે માર્યા ગયા. શુક્રવારે રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર થશે.
ઉલ્લેખનીય છે કે,ઈદરિસ ડેબીના મૃત્યુ બાદ તેમનો 37 વર્ષીય પુત્ર મહામત ડેબી આવતા 18 મહિના સુધી શાસન કરશે. મહામત ડેબી સેનામા અત્યારે 'ફોર સ્ટાર જનરલ' છે.
ચાડ દેશના રાષ્ટ્રપતિને વિદ્રોહીઓએ મારી નાખ્યા. જાણો તેમની જીવન કહાની. વિદ્રોહ કરી સત્તા પર આવ્યા અને વિદ્રોહી ના હાથે મરી ગયા.