ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
રશિયન પ્રમુખ પુતિનના આ પ્રવાસથી ભારત અને રશિયાના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે. વિશેષરૂપે ભારતના રશિયા સાથે સૈન્ય સંબંધ શરૂઆતથી મજબૂત રહ્યા છે. ભારતે ૧૯૯૧થી અત્યાર સુધીમાં રશિયા પાસેથી ૭૦ અબજ ડોલરના સૈન્ય ઉપકરણ ખરીદ્યા છે. વધુમાં પુતિનના આ પ્રવાસ દરમિયાન મોદી અને પુતિન વચ્ચે એસ-૫૦૦ સુપર એડવાન્સ્ડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા સોદો થવાની શક્યતા છે. આ સોદો થશે તો ચીન અને પાકિસ્તાન સામે ભારતને લીડ મળશે.કોરોના અને યુક્રેનના સંકટની ગંભીર સ્થિતિ વચ્ચે પણ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસથી ચીન અને અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. ઘરેલુ સમસ્યાઓના કારણે પુતનિનો આ પ્રવાસ માત્ર છ ક્લાકનો રહેશે, પરંતુ આ પ્રવાસથી ચીન અમેરિકાની ચિંતાઓ વધી ગઈ છે. ચીન સાથે ભારતના કથળેલા અને અમેરિકા સાથે સુધરેલા સંબંધો વચ્ચે નિષ્ણાતો પુતિનનો આ પ્રવાસને ઘણો મહત્વપૂર્ણ ગણાવે છે. ભારતમાં રણનીતિક ક્ષેત્રે નિષ્ણાતોના જણાવ્યા મુજબ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ ભલે માત્ર છ કલાકનો છે, પરંતુ તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે. ખાસ વાત એ છે કે પ્રમુખ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડોક સમય એકલા પણ વાતચીત કરશે. તાજેતરના વર્ષોમાં વિશેષરૂપે ચીન અને ભારત સરહદ વિવાદના સમયે રશિયા અને ભારતના સંબંધોમાં અંતર વધ્યું છે. બંને દેશોના સંબંધોમાં અગાઉ જેવી ઊર્જા જાેવા મળતી નથી. ચીન સરહદ વિવાદ સમયે ભારતને રશિયાના સહયોગની જરૂર હતી, પરંતુ રશિયાએ મૌન ધારણ કર્યું હતું. આ દરમિયાન ભારત અમેરિકાન ખૂબ જ નજીક ગયું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવા અને આતંકવાદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર અમેરિકાએ ખુલીને ભારતનો પક્ષ લીધો હતો. ચીનના પકારનો સામનો કરવા માટે ક્વાડ જેવા સંગઠનમાં અમેરિકાએ ભારતને સભ્ય બનાવ્યું. અમેરિકા દુનિયા સમક્ષ ભારતને પોતાનો ગાઢ મિત્ર ગણાવે છે. રશિયા અને ચીનની મિત્રતા પણ ભારત માટે ચિંતાજનક છે. બીજીબાજુ અમેરિકાના જબરજસ્ત દબાણ છતાં રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના વલણ પર મક્કમ રહીને ભારતે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેની વ્યૂહાત્મક બાબતોમાં ભારત કોઈની દખલ સ્વકારી નહીં લે. આ સોદા અંગે અમેરિકાના વિરોધ અને પ્રતિબંધો લાદવાની તેની ધમકી પછી પણ ભારત તેના વલણ પર અક્કડ રહેશે તેવી રશિયાને આશા નહોતી. આ પગલાંથી રશિયાને ખ્યાલ આવી ગયો કે ભારત તેની વિદેશ નીતિની સૈદ્ધાંતિક નીતિઓમાં કોઈ ફેરફાર નહીં કરે. રશિયામાં કોરોના મહામારીના કેસ વધવા અને યુક્રેન સંકટની ગંભિર સ્થિતિ વચ્ચે પણ પ્રમુખ પુતિનનો ભારત આવવાનો ર્નિણય એવા પણ સંકેત આપે છે કે ભારત સાથે રશિયાની જૂની મિત્રતા આગળ પણ પ્રાસંગિક જ રહેશે. આ પ્રવાસ ભારત અને રશિયાના પારંપરિક સંબંધોમાં ખટાશ આવી હોવાના અહેવાલોને નકારી કાઢે છે. પુતિને ડિસેમ્બર ૨૦૧૯નો સૂચિત પ્રવાસ પાછો ઠેલતાં, લાવરોવ વિદેશ મંત્રી તરીકે પહેલી વખત પાકિસ્તાન જતા, આંતરરાષ્ટ્રીય મંચો પર રશિયાની ચીનને મદદ, અમેરિકા સાથે ભારતની વધતી મિત્રતા, ક્વાડની સ્થાપના જેવા મુદ્દાઓને પગલે ભારત-રશિયાના સંબંધો કથળી રહ્યા હોવાની અટકળો પણ ચાલતી હતી.
માનવતા મહેકી ઉઠી :માણસાના પ્રવિણાબેને એક દર્દીને કિડની અને બે બાળકોને આંખો આપી નવજીવન આપ્યું
માણસામાં ટૂંકી માંદગી બાદ મહિલાના મૃત્યુ નિપજતાં પરિવારે અંગોનું દાન કરીને નવો રાહ ચીંધ્યો છે. માણસા શહેરમાં દિવ્ય સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ મહેશભાઈ પ્રજાપતિ અરિહંત ચશ્મા ઘર નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની પ્રવિણાબેન અને બે પુત્રો સુખમય જિંદગી વિતાવી રહેલાં ભાવેશભાઈ પર થોડા દિવસો અગાઉ અણધારી આફત આવી હતી. પત્ની પ્રવિણાબેનના શરીરમાં લોહી ઓછું હોવાના કારણે અમદાવાદ ખાતે આવેલ કે. ડી. હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં લોહી ચઢાવવામાં આવ્યું હતું. એકાદ અઠવાડિયા સારવાર બાદ પ્રવિણાબેનના માથામાં હેમરેજ થવાના કારણે તેઓ કોમામાં સરી પડ્યાં હતા. લોહી ઓછું હોવાના કારણે ઓપરેશન થઈ શકે તેમ ન હોવાને પગલે ભાવેશભાઈ સહિતનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરંતુ તેમણે હિંમત રાખી સગા-સંબંધી અને સ્વજનો સાથે ચર્ચા કરી પ્રભુ કરે તે સાચું એવું સ્વીકારી પ્રવિણાબેનના અંગોનું દાન કરવાનું નક્કી કરી આગળ આવ્યા હતા. ૨૫ નવેમ્બરના રોજ પ્રવિણાબેનનું સારવાર દરમિયાન મોત નીપજતા તેમની બંને કીડની અને બંને ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. જેમાંથી એક કીડની હોસ્પિટલમાં જ સારવાર લઈ રહેલા એક દર્દીને મેચ થઈ જતા તેને નવજીવન મળ્યું હતું. તો એક કીડની સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી. જ્યારે બે ચક્ષુ બે બાળકોને આપવામાં આવતા તેમને પણ દ્રષ્ટી મળી ગઈ હતી. ભાવેશભાઈના પરિવારમાં શોકની સાથે-સાથે અંગ દાન કરી મહાદાનના સુત્રને સાર્થક કર્યાનો સંતોષ પણ હતો. યોગાનુયોગ પ્રવિણાબેનનું મૃત્યુ થયું ૨૫ નવેમ્બરે તેમના લગ્ન જીવનની ૨૬મી એનિવર્સરી પણ હતી.
વિશ્વના આ શક્તિશાળી દેશમાં ઓમિક્રોનના કેસ વધ્યા, આજે આટલા નવા કેસ નોંધાયા; સરકાર ચિંતામાં