Site icon

ચીને પાકિસ્તાનમાં પોતાના પ્રોજેક્ટો રોક્યા. આ છે કારણ…

ખૈબર પખ્તુનખ્વામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચીની એન્જિનિયરોના મોતની ઘટના પાકિસ્તાન માટે મોટી મુસીબત બની ગઈ છે. 

આ આતંકી હુમલાથી નારાજ ચીને પાકિસ્તાનમાં ચાલતા અનેક પ્રોજેક્ટ્સનું કામ અટકાવ્યું છે. એટલું જ નહીં ચીને દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા પાકિસ્તાની કર્મચારીઓને પણ કાઢી મૂક્યા છે. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત પોતાના 9 એન્જિનિયરોના મોત બાદ ચીને મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ પર કામ મુદ્દે બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિઓની બેઠકોને સ્થગિત કરી છે.

માનવામાં આવી રહ્યુ છે કે પોતાના નાગરિકોની સુરક્ષા માટે પણ પાકિસ્તાનને ચીન પૈસા આપે છે પરંતુ આમ છતાં હુમલામાં તેના એન્જિનિયરોના મોતથી ચીન બરાબર ધૂંધવાયું છે. 

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ચીનના નેતૃત્વવાળા દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા તેના 9 એન્જિનિયરોના મોત થયા હતા.

હવે રાજ ઠાકરેએ લોકલ બાબતે રાજ્ય સરકારને ચીમકી આપી : કહ્યું લોકલ ચાલુ નહિ કરાય તો મોટું આંદોલન થશે 

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version