214
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
ઈરાનમાં મોતની સજાના આંકડાઓ વધી રહ્યા છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ માહિતી સામે આવી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 230 લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે. ફાંસીની સજા પામેલાઓમાં નવ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
આ માહિતી યુએનના સ્વતંત્ર તપાસકર્તા જાવેદ રહેમાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની માનવ અધિકાર સમિતિને આપી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 4 બાળકો સહિત 250થી વધુ લોકોને મોતની સજા ફટકારવામાં આવી હતી.
You Might Be Interested In