News Continuous Bureau | Mumbai
સમોઆના પ્રશાંત દ્વીપ રાષ્ટ્રમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા પછી આખા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
અહીં ચાર દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દેશની સરહદો પણ સીલ કરવામાં આવી છે.
તેમજ સરકારે હવાઈ અને સમુદ્રથી બધી આંતરરાષ્ટ્રીય યાત્રાને સસ્પેન્ડ કરવાનો ઇમર્જન્સી આદેશ જારી કર્યો છે.
સરકારી આદેશ મુજબ જાહેર સમારંભો, ચર્ચો અને જરૂરી સેવાઓ છોડીને અન્ય સેવાઓ સહિત બધી સ્કૂલો બંધ રહેશે.
શુક્રવારે રાત્રે લોકોને માસ્ક પહેરવાનો અને રસીકરણનું કાર્ડનો ઉપયોગ કરવાનું ફરજિયાત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા અનુસાર સમોઆની આશરે 90 ટકા વસ્તીને કોરોનાની રસી લાગી ચૂકી છે.