News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન(Former Prime Minister of Pakistan) ઇમરાન ખાને(Imran Khan) નુપુર શર્મા (nupur sharma) મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાને આરબ દેશો(Arab countries) પાસેથી બોધપાઠ લેવો જોઈએ. જે રીતે કુવૈત (kuwait) અને અન્ય દેશોએ ભારતનો માલ વેચવાનું બંધ કરી દીધું છે તે રીતે પાકિસ્તાને પણ ‘મેડ ઈન ઈન્ડિયા’(Made in India) સામાન વેચવાનો બંધ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન હંમેશા ભારતની વકાલત કરતા આવ્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને(Narendra Modi) એક સારા વડાપ્રધાન તરીકે બિરદાવ્યા છે. જોકે નુપુર શર્માએ જે નિવેદન આપ્યું છે તેને કારણે તેમણે ભારત વિરોધી વલણ લીધું છે.
આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે