News Continuous Bureau | Mumbai
યુનાઈટેડ એરલાઈન્સની(United Airlines) એક ફ્લાઈટથી(Flight) ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે આ ફ્લાઈટમાં એક વ્યક્તિએ મેજિક મશરૂમ(Magic mushroom) ખાઈ લીધુ હતું. ત્યારબાદ પેસેન્જર નશામાં(High) ધૂત થઈ ગયો. નશાની હાલતમાં જ તેણે પ્લેનમાં હાજર લોકોના નાકમાં દમ કરી નાખ્યો હતો. જણાવવાનું કે આ ફ્લાઈટ વોશિંગ્ટન એરપોર્ટ(Washington Airport ) જઈ રહી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ વ્યક્તિ પ્લેનમાં દોડાદોડ કરી રહ્યો હતો. કોકપિટની પાસે તાળીઓ વગાડતો હતો અને અભદ્ર વાતો પણ કરતો હતો. વ્યક્તિએ બાથરૂમમાં જઈને તોડફોડ પણ કરી અને જ્યારે પ્લેનમાં બેઠેલા એક પિતા અને પુત્રીએ તેનો વિરોધ કર્યો કર્યો તે વ્યક્તિએ છોકરીનો હાથ પકડી લીધો. વ્યક્તિ પ્લેનના ફ્લોર(plane floor) પર આળોટવા લાગ્યો તો એક ક્રુ મેમ્બરે(Crew member) તેને સીટ પર બેસી જવાનું કહ્યું પરંતુ ચેરીએ એ વાત પર ક્રુના બે સભ્યો સાથે મારપીટ પણ કરી. આવી હરકતો જાેઈને અન્ય પેસેન્જર્સ તો દંગ જ રહી ગયા.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ શક્તિશાળી દેશને મંદીનો છે ખતરો- દર મહિને ૧-૭૫ લાખ લોકો બેરોજગાર બનશે- આની ભારત પર શું થશે અસર
અત્રે જણાવવાનું કે મેજિક મશરૂમ પર પ્રતિબંધ મૂકાયો છે. કારણ કે તેનું સેવન ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ડ્રગ્સ(Drugs ) પેનિક એટેક(panic attacks), મેન્ટલ ડિસઓર્ડર(Mental disorder) અને હેલુસિનેશન(Hallucination) જેવી સ્થિતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.
ફ્લાઈટ લેન્ડ થતા જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ એ વાતનો સ્વીકાર કર્યો કે તે મેજિક મશરૂમના કારણે નશામાં ચૂર હતો. વ્યક્તિએ તેનું સેવન ફ્લાઈટ ઉડી તે પહેલા કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ મામલે વ્યક્તિને ૪ મહિનાની સજા થઈ છે. જાે કે વ્યક્તિએ પોતાના આ વર્તન બદલ માફી પણ માંગી છે.