આ દેશ માં એક દિવસ માં કોરોનાના નવા ૨ લાખથી વધુ કેસ નોંધાયા. દેશ આખો લોકડાઉન ભણી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

વિશ્વભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા ખતરા વચ્ચે ઘણા દેશોમાં કોરોના વાયરસના સંર્ક્મણના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. ફ્રાન્સમાં કોરોનાના સંર્ક્મણના રેકોર્ડ ૨.૦૮ લાખ નવા કેસ નોંધાયા હતા. દેશના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે નવા આંકડા દર્શાવે છે કે દર સેકન્ડે બે ફ્રેન્ચ નાગરિકો કોરોના સંક્રમિત મળી રહ્યા છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ આ ઝડપે સંર્ક્મણને ફેલાવવા માટે જવાબદાર છે. તો બીજી તરફ ૩,૪૦૦ કોરોના દર્દીઓને ફ્રાન્સમાં હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. જે ગયા સપ્તાહ કરતા ૧૦ ટકા વધુ છે. 

ફ્રાન્સમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીએ રસી ન મેળવનાર લોકોને ચેતવણી આપી અને કહ્યું કે એવી તક છે કે તમે કોરોનાથી બચી શકો. વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફ્રાન્સે અત્યાર સુધીમાં તેની ૭૭ ટકા વસ્તીને સંપૂર્ણપણે રસી આપી છે અને બૂસ્ટર ડોઝ પણ શરૂ કર્યા છે. પરંતુ દેશમાં હજુ ૪૦ લાખથી વધુ પુખ્ત વયના લોકોને રસી આપવાનું બાકી છે.

સાવધાન, કોરોનના નિયમનો ભંગ કર્યો તો આવી બનશે! નવી મુંબઈમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરનારી આ હોટલ રેસ્ટોરા પાસેથી કોર્પોરેશને વસૂલ્યો તગડો દંડ; જાણો વિગત

આ પહેલા ગત મંગળવારે ફ્રાન્સમાં કોરોનાના ૧,૭૯,૮૦૭ નવા કેસ નોંધાયા હતા. જે મે મહિના પછી એક જ દિવસમાં મૃત્યુનો આ સૌથી વધુ આંકડો છે. આ દરમિયાન દેશમાં કોરોનાને કારણે 290 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૧,૨૩,૦૦૦ થી વધુ થઈ ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટ્યુક્સે તાજેતરમાં કોરોના વાયરસના ફેલાવાના રોકવાના પ્રયાસરૂપે નવા કોવિડ-૧૯ ઉપાયની જાહેરાત કરી હતી, પરંતુ નવા વર્ષની પૂર્વ સંધ્યા પહેલા કડક નિયંત્રણો લાદવાનું ટાળ્યું હતું. આવતા અઠવાડિયાથી ૨,૦૦૦ લોકોને મોટી ઇન્ડોર ઇવેન્ટ્‌સ માટે અને ૫,૦૦૦ લોકોને આઉટડોર ઇવેન્ટ્‌સ માટે મંજૂરી આપવામાં આવશે. આ નવા નિયમો ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી અમલમાં રહેશે. 

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
Exit mobile version