News Continuous Bureau | Mumbai
જગત જમાદાર અમેરિકાને તેના જ એક સહયોગી દેશ હંગેરીએ ઝટકો આપ્યો છે.
યુરોપિયન યુનિયનના સભ્ય હંગેરીએ એલાન કર્યુ છે કે, અમે રૂબલમાં પેમેન્ટ કરીને રશિયા પાસેથી ગેસ ખરીદીશું.
હંગેરીના પીએમ વિકટર ઓરબોને કહ્યુ હતુ કે, જો રશિયા રૂબલમાં પેમેન્ટ માંગશે તો અમે રૂબલમાં પેમેન્ટ કરીશું.
યુરોપિયન યુનિયને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના રૂબલમાં જ ગેસ ખરીદવો પડશે તેવી ધમકીના જવાબમાં સંયુક્ત મોરચો માંડવા માટે પ્રયત્નો કર્યા હતા પણ હંગેરીએ તેનાથી અલગ વલણ અપનાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, વિકટર ઓરબોન સરકારના રશિયા સાથે 10 વર્ષથી ઘનિષ્ઠ સંબંધ રહ્યા છે.
