Site icon

આફ્રિકા બાદ હવે આ દેશના પ્રાણીઓમાં જોવા મળ્યો ઓમિક્રોન, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી – મનુષ્યો માટે ખતરો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

ગુરુવાર

દુનિયાભરના લોકો કોરોના મહામારીથી પરેશાન છે, આ દરમિયાન વન્ય પ્રાણીઓમાં પણ કોરોના ફેલાવવાની 
વાત સામે આવી છે. અમેરિકામાં સ્ટેટન આઇલેન્ડ પર સફેદ પૂંછડીવાળા હરણમાં ઓમિક્રોન વેરિઅન્ટના ચેપનો કેસ નોંધાયો છે. અમેરિકામાં પહેલીવાર કોઈ જંગલી પ્રાણીમાં કોરોના સંક્રમણ જાેવા મળ્યું છે. તાજેતરના એક અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. જંગલી પ્રાણીઓમાં કોરોના વાયરસ મળવાથી એ વાતની માહિતી મળે છે કે સફેદ પૂંછડીવાળું હરણ ખૂબ જ સરળતાથી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.

અમેરિકામાં મોટી સંખ્યામાં હરણ જાેવા મળે છે તેઓ મોટાભાગે મનુષ્યોની નજીક રહે છે. આવી સ્થિતિમાં ભય વધી ગયો છે કે આ હરણો અન્ય પ્રાણીઓ અથવા તો માણસોમાં પણ ચેપ ફેલાવી શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર કોરોનાવાયરસ પ્રથમ વખત ૨૦૨૦ના અંતમાં આયોવામાં અને ૨૦૨૧ની શરૂઆતમાં ઓહિયોના વિસ્તારોમાં વ્યાપકપણે ફેલાતો હોવાનું નોંધાયું હતું. જીડ્ઢછની એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસના પ્રવક્તા લિન્ડસે કોલના જણાવ્યા અનુસાર વધુ ૧૩ રાજ્યોમાં હરણમાં ચેપની પુષ્ટિ થઈ છે. જાે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રાણીઓ કોરોનાના જૂના વેરિઅન્ટથી સંક્રમિત હતા. 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આપી ધમકી, કહ્યું જો આવું થશે તો પરમાણુ યુદ્ધ થશે; જાણો વિગતે

પેન સ્ટેટના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ હરણ મનુષ્યોમાંથી વાયરસ પ્રાપ્ત કરી રહ્યા છે અને તેને અન્ય હરણોમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. પરંતુ એવા કોઈ પુરાવા નથી કે પ્રાણીઓ વાયરસને માણસોમાં પાછા સંક્રમિત કરે છે. જાે કે એવી આશંકા છે કે આ વાયરસને પરિવર્તિત થવાની તક આપશે અને લાંબા ગાળે આ હરણ મનુષ્ય અથવા અન્ય પ્રાણીઓને ચેપ લગાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે ૧૩૧ હરણમાંથી ૧૪.૫% જેનું લોહી લેવામાં આવ્યું હતું તે કોરોનાવાયરસના એન્ટિબોડીઝ માટે સકારાત્મક છે જે અગાઉના ચેપનો સંકેત આપે છે. નાકમાં બળતરા સાથે ૬૮ હરણમાંથી લગભગ ૧૦% તીવ્ર ચેપ માટે પોઝિટીવ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જ્યારે સંશોધકોએ આ પોઝિટીવ નમૂનાઓનું જિનોમ સિક્વન્સિંગ કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે કેટલાક હરણ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતા, જે કોરોના વેરિઅન્ટ્‌સનો સૌથી ઝડપથી ફેલાય છે. આ હરણમાં જોવા મળતું ઓમિક્રોન શહેરના માનવીઓમાં જોવા મળતા ઓમિક્રોન સ્ટ્રેઈન સાથે આનુવંશિક સમાનતા ધરાવે છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version