News Continuous Bureau | Mumbai
ભારતમાંથી ચોરીને ઈંગ્લેન્ડ(England) લઈ જવામાં આવેલા સાત શિલ્પ(Seven sculptures) ભારત સરકારને(Indian Govt) પરત કરવાનો બ્રિટિશ સરકારે(British Govt) નિર્ણય લીધો છે.
ગ્લાસગોના મ્યુઝિયમમાં(Glasgow Museums) રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ(Indian Sculpture and Artifacts) ભારતને પરત કરવામાં આવશે.
આમાં દગડી શિલ્પ અને મૈસૂરના શાસક(Sculpture and Rulers of Mysore) ટીપૂ સુલતાનની તલવારનો(Tipu Sultan's sword) પણ સમાવેશ થાય છે.
આ તલવાર હૈદરાબાદના(Hyderabad) મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ 1905માં ત્યાંથી ચોરી લેવામાં આવી હતી.
બ્રિટન(Britain) સ્થિત ભારતીય હાઈ કમિશનરની(Indian High Commissioner) ટીમ તથા કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી(Calvingrove Art Gallery) વચ્ચે કરવામાં આવેલા એક કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી કરવામાં આવનાર છે.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી