Site icon

રશિયા અને ભારતના સંબંધ પર અમેરિકાની નજર .રશિયાએ કરી પાકિસ્તાન સાથેના સંબંધ અંગે પણ સ્પષ્ટતા . જાણો વિગત .

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,15 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરુવાર.

         ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી રહ્યું છે. આ સિસ્ટમ અતિ ઘાતક છે અને અમેરિકાને પણ તેનો ભય લાગી રહ્યો છે. તે માટે અમેરિકાએ ભારતને પહેલા સમજાવટ અને પછી ધમકી આપી છે કે રશિયા પાસેથી શસ્ત્રો લેવાનો કરાર થશે તો આપણા સંબંધો બગડશે. જોકે ભારત અને રશિયાએ અમેરિકાની ધમકીને નજર અંદાજ કરીને કરાર પ્રમાણે ગતિવિધિ ચાલુ રાખી છે. રશિયાએ એ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગમે તેનો ગમે તેટલો વિરોધ હોય નવેમ્બરમાં એસ-400ની ડિલિવરી શરૂ કરી દેવાશે. અમેરિકાએ ભારતને ધમકી આપી છે કે અમારા દુશ્મન પાસેથી ઘાતક હથિયારો ખરીદશો તો અમે પ્રતિબંધ મુકીશું. ભારતે તેની સામે કહ્યું કે, રાષ્ટ્રહિત માટે અમે ગમે તે દેશ પાસેથી શસ્ત્રો ખરીદતા રહીશું. અમેરિકા એમાં દખલગીરી ના કરે. 

   ભારત સ્થિત રશિયાના એમ્બેસેડર નિકોલાઈ કુશ્ડેવે કહ્યું હતું કે,' આપણે બધા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગનાઈઝેશનના સભ્યો છીએ એટલે દ્વિપક્ષીય સબંધો તો રહેવાના જ, તે ઉપરાંત તેમણે ભારતને પણ રશિયાની આતંરિક બાબતમાં દખલ ન કરવા આડકતરી રીતે સમજાવ્યું હતું.

કોરોના કાળ દરમિયાન ડ્રગ્સની હેરફેર!! ગુજરાતમાં ૧૫૦ કરોડની કિંમતનું હેરોઇન પકડાયું.

     ઉલ્લેખનીય છે કે,રશિયાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. વર્ષો પછી રશિયન વિદેશ મંત્રીની એ પાકિસ્તાન મુલાકાત હતી. તેના કારણે રશિયા પાકિસ્તાનને વધારે મહત્ત્વ આપતું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. રશિયાના ભારત સ્થિત એમ્બેસેડર અને અન્ય રશિયન અધિકારીઓએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે એ ગેરસમજ છે, અમે ભારતનું મહત્ત્વ ઘટે એ રીતે પાકિસ્તાન સાથે સબંધો વધારવાના નથી. ભારત અમારું વિશ્વાસુ સાથીદાર છે અને હંમેશા રહેશે.

Trump Tariffs: નાટોના મહાસચિવ માર્ક રુટે કર્યો મોટો દાવો,ભારત અને રશિયા વિશે કહી આવી વાત
TikTok Deal: ટ્રમ્પે ચીન પાસેથી છીનવ્યું ‘ટિકટોક’, જાણો કેટલા માં થશે આ ડીલ અને હવે કોણ બનશે નવો માલિક
US-Pakistan relations: ભારત અને પાકિસ્તાન ને લઈને અમેરિકાનું મોટું નિવેદન,શહબાઝ-મુનીરને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Exit mobile version