News Continuous Bureau | Mumbai
રશિયાએ સતત 42માં દિવસે યુક્રેન પર હુમલો જારી રાખ્યો છે.
આ વચ્ચે યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકાએ ભારતને રશિયા સાથે ગઠબંધન ન કરવા ચેતવણી આપી છે.
વ્હાઇટ હાઉસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર બ્રાયન ડીસે કહ્યું કે મોસ્કો સાથેના જોડાણને કારણે ભારતને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.
રાષ્ટ્રપતિ જો બાઈડનના ટોચના આર્થિક સલાહકારે જણાવ્યું છે કે યુક્રેન પર હુમલા બાદ ભારતની પ્રતિક્રિયાથી અમેરિકા નિરાશ છે. અમે ચીન અને ભારત બંને દેશોના નિર્ણયોથી નિરાશ છીએ.
જોકે આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.
