Site icon

કોરોનાના કારણે ચીનમાં દર્દીઓને જેલમાં પૂર્યા- આવી રીતે અપાય છે દવા અને જમવાનું- જુઓ વાયરલ વીડિયો 

News Continuous Bureau | Mumbai

ફરી એકવાર ચીનમાં(China) કોરોનાએ(Corona) કહેર વર્તાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસોને(Covid cases) જાેતા ચીન ફરી પોતાની ઝીરો કોરોના પોલિસી(Zero Corona Policy) કડક કરી દીધી છે. ત્યાંના પાર્ક, શોપિંગ મોલ, થિયેટર જેવા જાહેર સ્થળોમાં(public places) પ્રવેશવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ(Corona negative report) દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ૭૨ કલાક કરતાં જૂના રિપોર્ટ્‌સ સ્વીકારવામાં આવતા નથી.  

Join Our WhatsApp Community

દરમિયાન ચીનમાં લોકોને એક પ્રકારની જેલમાં કેદ કરીને રાખવામાં આવે છે. દર્દીઓને જાણે કે કેદી હોય તેવી રીતે રાખવામાં આવે છે. ત્યારે ચીનનો એક વીડિયો સામે આવતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ચીનમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. 

 

આ સમાચાર પણ વાંચો : કોરોનાનો કહેર ઓસરી ગયો- મહામારીના કેસ ઘટતા સ્વાસ્થ્ય મંત્રાલયે ભર્યું આ મોટું પગલું

આ દરમિયાન બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ(Business tycoon Harsh Goenka) એક વીડિયો શેર કર્યો છે. આમાં જોવા મળે છે કે ચીનના આઈસોલેશન સેન્ટરમાં(isolation center) દર્દીઓની હાલત કેદીઓ જેવી છે. ગોયનકાએ શેર કરેલા વીડિયોમાં જેલના કેટલાક બેરેક જેવા રૂમ જાેવા મળે છે. આ સફેદ રંગના બોક્સમાં નાની બારીઓ ખુલ્લી હોય છે અને PPE કીટ પહેરેલી વ્યક્તિ બારીમાંથી અમુક વસ્તુ દર્દીઓને આપે છે. ગોયન્કાએ આ સાથે કેપ્શન લખ્યું હતું કે 'જાે તમે વિચારી રહ્યા છો કે આ જેલ છે તો તમે ખોટા છો. આ જેલ નથી, પરંતુ ચીનનું કોવિડ આઇસોલેશન સેન્ટર છે.' 

જોકે આ વીડિયો ચીનના કયા પ્રાંતનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ઘણી ગર્ભવતી મહિલાઓ અને કોરોના સંક્રમિત બાળકો પણ આ આઇસોલેશન સેન્ટર્સમાં બંધ છે. સંક્રમિત લોકોને આવી રીતે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version