Site icon

સવાધાન રહેજો. ચીનના ૨૭ શહેરોમાં લોકડાઉન આશરે ૧૭ કરોડ લોકો ઘરમાં કેદ

News Continuous Bureau | Mumbai
મહામારી દરમિયાન ચીન પોતાની ઝીરો કોવિડ પોલિસી પર અડગ છે. તે હેઠળ વાયરસ રોકવા માટે લોકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટીન અને સરહદો બંધ કરવા જેવા આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. પરંતુ વધુ સંક્રામક ઓમીક્રોન વેરિએન્ટને કારણે ઝડપથી વધતા કેસોએ ચીનની આ પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. કોરોના વાયરસ ઝડપથી ચીનના અલગ-અલગ પ્રાંતમાં ફેલાઈ રહ્યો છે. તેવામાં ચીનની ઝીરો કોવિડ પોલિસીના આકરા પ્રતિબંધોની અસર જોવા મળી રહી નથી. ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં ૧ માર્ચથી લઈને અત્યાર સુધી ઓછામાં ઓછા ૫ લાખ કેસ નોંધાયા છે. ત્યારબાદ આ શહેરમાં પણ અધિકારીઓએ લૉકડાઉન લગાવી દીધુ હતું. પરંતુ છેલ્લા બે સપ્તાહમાં શાંઘાઈમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. આ વચ્ચે બેઇજિંગમાં મોટા પાયે ટેસ્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ચીનમાં કોરોના વાયરસે ફરી માર્યો ઉથલો, રાજધાની બેઇજિંગની તમામ શાળાઓ બંધ. જાણો વિગતે

Join Our WhatsApp Community

વર્તમાનમાં ચીનના ૨૭ શહેરોમાં લૉકડાઉન લાગૂ છે. આ શહેરોમાં રહેતા ૧૬.૫ કરોડ લોકો પોત-પોતાના ઘરોમાં બંધ છે. તેમાં સૌથી ખરાબ સ્થિતિ ચીનની આર્થિક રાજધાની શાંઘાઈની છે. સંક્રમણ પિક પર પહોંચવા દરમિયાન શહેરમાં એક દિવસમાં લગભગ ૧૦ હજાર કોરોના કેસ નોંધાયા હતા. આ વચ્ચે રાજધાની બેઇજિંગમાં પણ મોટા પાયે લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.   ચીને દેશભરમાં ઓછામાં ઓછા ૨૭ શહેરોમાં પૂર્ણ કે આંશિક લૉકડાઉન લગાવ્યું છે. તેવામાં આ પ્રતિબંધોને કારણે ૧૬.૫ કરોડ લોકો ઘરમાં બંધ છે. આ લોકોને ઘરમાંથી બહાર નિકળવા દેવામાં આવતા નથી. લોકોને જીવન જરૂરીયાતની વસ્તુનો સ્કોર કરવાની પણ મંજૂરી આપવામાં આવી રહી નથી.

 

Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Zohran Mamdani: ટ્રમ્પની આશાઓ પર ફર્યું પાણી, ઝોહરાન મમદાનીએ જીતી ન્યૂયોર્કની ચૂંટણી, પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનશે
Exit mobile version