ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
સીપીએન-માઓવાદી કેન્દ્રના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે મોટું નિવેદન આપ્યું છે.
નેપાળમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત રણજિત રાયના પુસ્તક વિમોચન સમારોહમાં તેમણે કહ્યું કે, જો ભારત સકારાત્મક નહીં હોય તો નેપાળમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી શક્ય નથી.
નેપાળમાં શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ભારતના સમર્થનથી શાંતિ પ્રક્રિયા શરૂ થઈ અને નેપાળમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.
ઉલ્લેખનીય છે કે નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદી અને ત્યારપછી સાત પાર્ટી ગઠબંધને 2005માં નવી દિલ્હીમાં 12-પોઈન્ટના કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી એક દાયકા લાંબા ગૃહયુદ્ધનો અંત આવ્યો.