ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં કોરોનાની ચોથી લહેર સામે લડી રહ્યો છે.
કોરોનાના કેસ વધવાની સાથે હવે ત્યાંની હોસ્પિટલોમાં પણ ઓક્સિજનની અછત વર્તાવા લાગી છે.
પાકિસ્તાનની એક સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.
દેશની ઓક્સિજન ઉત્પાદક પાકિસ્તાન ઓક્સિજન લિમિટેડ (POL) એ હોસ્પિટલોને લખેલા પત્રમાં ઓક્સિજનની વધતી માંગને પહોંચી વળવા અસમર્થતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે POL કરાચી અને લાહોરમાં તેના ત્રણ હાલના પ્લાન્ટનું સંચાલન કરે છે, પરંતુ હજુ પણ પુરવઠાની માંગ પૂરી કરવામાં અસમર્થ છે.
લ્યો હજી બનાવો tiktok અને ઇન્સ્ટાગ્રામ ના વિડીયો: આ બહેનને સરકારી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા.