Site icon

ઈમરાન ખાનનો મોટો દાવ. તમામ સાંસદોએ રાજીનામા ધરી દીધા અને મંજુર પણ થઈ ગયા. હવે વિપક્ષ વિહીન પાકિસ્તાન. તો શું ચૂંટણી થશે? જાણો પાકિસ્તાનમાં ચાલી રહેલા દાવપેચ વિશે..

News Continuous Bureau | Mumbai 

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન(Pakistan Ex PM) ઈમરાન ખાન(Imran Khan)ની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના 123 સાંસદોએ રાજીનામા આપી દીધા છે, જે મંજૂર થઈ ગયા છે. તેથી હવે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલી વિપક્ષ વિહીન થઈ ગઈ છે. સાંસદો પાસેથી રાજીનામા અપાવીને ઈમરાન ખાને ચૂંટણી યોજવાનો મોટો દાવ રમ્યો હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

Join Our WhatsApp Community

નેશનલ અસેંબલીના(National Assembly) કાર્યવાહક અધ્યક્ષ કાસિમ સૂરીએ(Qasim Suri) પાર્ટીના 123 સાંસદોના રાજીનામાનો સ્વીકાર કરી લીધા હોવાની માહિતી આપતા પીટીઆઈના (PTI) નેતા અને ભૂતપૂર્વ મંત્રી ફારુખ હબીબે(Farooq Habib) કહ્યું હતું કે હવે ચૂંટણી સિવાય કોઈ વિકલ્પ નથી. સાંસદ હવે વિપક્ષ વગરની થઈ ગઈ છે.

 આ સમાચાર પણ વાંચો :  પકિસ્તાનની નવી સરકારમાં પહેલા દિવસે જ તિરાડ, મંત્રીમંડળને લઈને પીએમ શહબાઝ શરીફની માથાકૂટ

આ દરમિયાન ઈમરાન ખાને પણ પાકિસ્તાની ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું છે કે પીટીઆઈના કોઈ પણ સભ્યને કોઈ પણ સમિતિમાંથી હટાવવામાં આવે નહીં. કારણ કે પાર્ટીના સાંસદોએ 11 એપ્રિલના સંસદના નીચલા સદનમાં રાજીનામ પહેલા જ આપી દીધા હતા.  

ઈમરાન ખાને નવસેરથી ચૂંટણી થાય એવા પ્રયાસ ચાલુ કરી દીધા છે. જોકે ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. એક અહેવાલ મુજબ તેમને દેશદ્રોહના આરોપનો સામનો કરવો પડી શકે છે. 

India-US Trade Deal: “પોતાના પર વિશ્વાસ હોય તો બધું જ શક્ય છે…”: અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાદ PM મોદીએ આપ્યો આત્મવિશ્વાસનો મંત્ર
India US Trade Deal 2026: રશિયા સાથેની જૂની મિત્રતા અને અમેરિકા સાથે નવી ‘ડીલ’: શું ભારત ખરેખર રશિયન તેલ બંધ કરશે? જાણો શું છે અસલી ગણિત
India-US Trade Deal 2026: ટ્રમ્પ પ્રશાસનનો ઐતિહાસિક નિર્ણય, ભારત માટે ટેરિફ ઘટાડીને 18% કર્યો, રશિયન ઓઈલ પરના પ્રતિબંધોમાંથી મળી મુક્તિ
Balochistan Terror Attack: બલૂચિસ્તાનમાં આતંકી હુમલામાં 50 ના મોત, BLA એ હુમલામાં સામેલ બે મહિલા આત્મઘાતી હુમલાખોરોની તસવીરો કરી વાયરલ
Exit mobile version