Site icon

પાકિસ્તાનનો અજબ કિસ્સો. છોકરીએ લગ્નમાં મહેર તરીકે 32 કેદીઓની જામીન માંગી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

ગુરૂવાર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. અહીં સફિયા નામની એક છોકરીએ લગ્નમાં પોતાના ભાવિ પતિ પાસે મહેર તરીકે 32 કેદીઓની જામીન માંગી. વાત એમ છે કે સફિયા પોતે વકીલ છે અને તેનો થવા વાળો પતિ હબીબ પણ એક વકીલ છે.

છોકરી પાસેથી આ ડિમાન્ડ આવ્યા પછી તબીબે તેને કબૂલ કરી હતી. સફિયા અને હબીબ બંને નું માનવું છે કે તેમના લગ્નને કારણે જો ૩૨ જેટલા કેદીઓને જમાનત મળી જાય તો તેમના પરિવારને ખુશ થશે. જેને કારણે તેમના પરિવારને દુઆઓ મળશે.

આમ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લગ્ન સમયે એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે.

Exit mobile version