ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
જેક ડોર્સીએ તેમના રાજીનામાની જાહેરાત કર્યા બાદ સોમવારે ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) પદે ભારતીય મૂળના પરાગ અગ્રવાલના નામની જાહેરાત કરવામાં આવી હતી. લાંબા સમયથી એવી અફવાઓએ જોર પકડયું હતું કે હતી કે ટ્વિટર બોર્ડ જેક ડોર્સીને બદલે અન્ય કોઈને લેવાનું વિચારી રહ્યું છે. છેવટે સોમવારે તેમની શોધ પુરી થઈ હતી. તાત્કાલિક ધોરણે તેમણે સોમવારે CEOનું પદ ગ્રહણ કર્યું હતું.
અત્યાર સુધી પરાગ અગ્રવાલ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) હતા. પરાગ અગ્રવાલે ટ્વિટરમાં નોકરી ચાલુ કરી ત્યારથી 10 વર્ષમાં જ તેમણે હરળફાળ પ્રગતિ કરી છે.
કોણ છે પરાગ અગ્રવાલ?
45 વર્ષની વયના પરાગે IIT મુંબઈમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે સ્ટેનફોર્ડ કોલેજમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સાથે વધુ અભ્યાસ માટે યુએસ ગયા હતા. ત્યાં તેમણે એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું હતું. AT&T, યાહૂ અને માયક્રોસોફ્ટમાં કામ કર્યા બાદ ટ્વિટરમા સોફ્ટવેર એન્જિનયર તરીકે તેઓએ કામ ચાલુ કર્યું હતું. ત્રણેય કંપનીઓમાં તેમનું કામ મોટે ભાગે સંશોધનલક્ષી હતું
ટ્વિટર તેની પ્રેસ નોટમાં કંપનીમાં પરાગની કારકિર્દીની અમુક વિગતો આપી છે. તે મુજબ "પરાગ અગ્રવાલ 2011 માં Twitter માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાયા હતા. ઓક્ટોબર 2017માં તેમને પ્રમોશન મળ્યું હતું. ત્યારથી તેઓ ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) તરીકે સેવા આપી રહ્યા છે. CTO તરીકે, તેઓ કંપનીની ટેક્નિકલ વ્યૂહરચના માટે જવાબદાર હતા. તેમ જ મશીન લર્નિંગ પર તેઓએ ખૂબ મહેનત કરી હતી.
આ દેશોના પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરાશે: બ્રિટન, ચીન, બાંગ્લાદેશ સહિત ૧૩ દેશોને 'જાેખમી' જાહેર
ટ્વીટરના હવે ભૂતપૂર્વ થઈ ગયેલા CEO જેક ડોર્સી પરાગને બહુ પસંદ કરતા હતા અને હંમેશા તેમના કામના વખાણ કરતા હતા. જે પરાગ માટે એક સંભવિત પરિબળ સાબિત થયું હતું. તેમને Twitter પર ટોચની પોસ્ટ મેળવવામાં મદદ કરી હોવાનું માનવામાં આવે છે. ડોર્સીએ જ પરાગને 2011મા પસંદ કર્યો હતો. તેની CEO પર થયેલી નિમણૂકને ડોર્સીએ વધાવી લીધી હતી.
ટ્વિટરના CEO પર નિમણૂક થવાની સાથે જ પરાગ અગ્રવાલનો સિલિકોન વેલીમાં ભારતીય વંશના CEOની યાદીમાં સમાવેશ થઈ ગયો હતો, જેમાં સુંદર પીચાઈ અને સત્યા નડેલાનો પણ સમાવેશ થાય છે. પરાગ અગ્રવાલની ટ્વીટરના CEO પદ પર નિમણુંક બાદ દુનિયાભરમાંથી તેમના પર અભિનંદન વરસાદ થયો હતો.