News Continuous Bureau | Mumbai
કોવિડ બાદ હવે વોલમાર્ટ અને ટારગેટ જેવા મોટા અમેરિકી રિટેલર્સે પોતાના સપ્લાયર્સ અને વિક્રેતાઓ માટે સખત માનક અપનાવવાનું શરૂ કર્યું છે. માનકોના ઉલ્લંઘન બદલ વેન્ડર્સની વિરુદ્વ દંડ ઉપરાંત શેલ્ફથી હટાવવા જેવી કાર્યવાહી કરાઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં વોલમાર્ટ અને ટારગેટ જેવા સ્ટોર્સે સમયસર ઉત્પાદનોની સપ્લાય કરવામાં નિષ્ફળ રહેલા વેન્ડર્સ વિરુદ્ધ ભારે દંડ ફટકાર્યો છે.
કોવિડ બાદ હવે વોલમાર્ટ અને ટારગેટ જેવા મોટા અમેરિકી રિટેલર્સે પોતાના સપ્લાયર્સ અને વિક્રેતાઓ માટે સખત માનક અપનાવવાનું શરૂ કર્યું છે. માનકોના ઉલ્લંઘન બદલ વેન્ડર્સની વિરુદ્વ દંડ ઉપરાંત શેલ્ફથી હટાવવા જેવી કાર્યવાહી કરાઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં વોલમાર્ટ અને ટારગેટ જેવા સ્ટોર્સે સમયસર ઉત્પાદનોની સપ્લાય કરવામાં નિષ્ફળ રહેલા વેન્ડર્સ વિરુદ્ધ ભારે દંડ ફટકાર્યો છે. કંઝ્યુમર ગુડ્સ કન્સલટન્સી સિમ્પેક્ટફુલના પાર્ટનર ડેવિડ ફ્રાઇડલર અનુસાર વોલમાર્ટ અને ટારગેટની દેખાદેખી સપ્લાય-ચેઇન દંડ ફટકારતી કંપનીઓની સંખ્યા પણ વધારી રહી છે. વોલમાર્ટે ટ્રાન્સપોર્ટેશન સર્વિસના નામ પર સપ્લાયર્સ ઉપર ડ્યૂટી વધારવાનું શરૂ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : બેન્કો દ્વારા આગામી 6 મહિનામાં ડિપોઝિટ રેટ્સમાં 1-50 ટકા સુધીનો વધારો શક્ય
એમેઝોન પોતાની સપ્લાય સેવાનો ઉપયોગ કરતા વિક્રેતાઓ પાસેથી 5% ઇંધણ તેમજ મોંઘવારી સરચાર્જ વસૂલી રહી છે. વોલમાર્ટે સપ્લાયર્સને ચેતવણી આપી છે કે તેમના શેલ્ફ સ્પેસની સમીક્ષા કરાશે તેમજ લાંબા સમયથી આઉટ ઑફ સ્ટોક રહેનારી વિક્રેતાઓની પ્રોડક્ટ્સને હટાવી દેવામાં આવશે. સ્ટોર્સની આ કાર્યવાહી નાની બ્રાન્ડ્સ માટે પડકારજનક સાબિત થઇ રહી છે કારણ કે તેઓ પાસે શિપમેન્ટને ડિસ્પેચ કરવા માટે ખૂબ જ મર્યાદિત સંસાધનો હોય છે.
નાના વિક્રેતાઓ નાદારી નોંધાવે તેવો ડર
એપ્ટો નામની એક નેચરલ સ્કિનકેર કંપનીનું સંચાલન કરતી માર્ટા ક્રોસ વિરુદ્વ વોલમાર્ટે દંડાત્મક કાર્યવાહી કરી છે. લિપ બામના એક ઓર્ડરમાં બારકોડમાં ભૂલને કારણે તેના પર પેનલ્ટી ફટકારાઇ હતી જેને કારણે અંદાજે 2 લાખ ડૉલર (1.63 કરોડ રૂપિયા)નું પેમેન્ટ રોકી દેવામાં આવ્યું હતું. ખૂબ જ મહેનત અને 10 મહિના સુધી કોમ્યુનિકેશન બાદ માર્ટા માત્ર 90 ટકા પેમેન્ટની વસૂલાત કરવામાં સફળ રહી હતી. જેને કારણે હવે અનેક વિક્રેતાઓને પેમેન્ટ ન સ્થગિત થવાને કારણે નાદારીનો ડર સતાવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : 1 લાખનું રોકાણ થયું ₹2-77 કરોડ- બોનસ શેર મળતાં આ સરકારી કંપનીના રોકાણકારો બન્યા અમીર
વિક્રેતાઓએ દંડ તેમજ અન્ય ચાર્જને કારણે કિંમત વધારી
વિક્રેતાઓને ટ્રેક કરતી સોફ્ટવેર કંપની સપ્લાયપાઇક અનુસાર વોલમાર્ટ જેવા સ્ટોર્સ દ્વારા દંડ અને અન્ય શુલ્ક લાગૂ કરવાથી વિક્રેતાઓના ખર્ચમાં 12%નો વધારો થયો છે. જેને કારણે વિક્રેતાઓએ પોતાની પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કર્યો છે.