ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
રશિયામાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે.
રશિયાની નેશનલ કોરોના વાઇરસ ટાસ્કફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગત 24 કલાકમાં કોરોનાના 34,303 કેસ નોંધાયા છે.
આ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા 8,027,012 પર પહોંચી ગઈ છે.
દેશમાં કોવિડ -19 ના 998 દર્દીઓ અગાઉના દિવસે મૃત્યુ પામ્યા હતા, જેના કારણે મૃત્યુઆંક 2,24,310 પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે રશિયામાં અત્યારે 4.3 કરોડ એટલે કે રશિયાની વસતિના 29 ટકા લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન થઇ ચૂક્યું છે.
