ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે.
આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક મોટી જાહેરાત કરી છે.
યુક્રેન છોડવાની અમેરિકાની ઓફરને નકારી કાઢતાં તેમણે કહ્યું કે લડાઈ અહીં છે અને તેમને રાઈડની નહીં, ટેન્ક વિરોધી દારૂગોળાની જરૂર છે.
તેમણે કહ્યું કે તે કિવમાં ઉભા છે અને યુક્રેનનો બચાવ કરી રહ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે હું કોઈ પણ સંજોગોમાં ભાગીશ નહીં.
ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના દેશ છોડવાના સમાચાર આવ્યા હતા.