રશિયાએ માની આ દેશના રાષ્ટ્રપતિની વાત, બીજી વખત યુક્રેનના આટલા શહેરમાં સીઝફાયરની કરી જાહેરાત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,

સોમવાર,

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. 

રશિયાએ ફરી એક વાર યુક્રેનના ચાર શહેરમાં સીઝફાયરની જાહેરાત કરી છે.  

સીઝફાયર દરમિયાન યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હ્યુમન કોરિડોર બનાવાશે. 

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંની વિનંતીને માન આપીને રશિયાએ સીઝફાયરની જાહેરાત કરી છે. 

આ બીજી વખત છે, જ્યારે રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ બે શહેરમાં સીઝફાયર કરવામાં આવ્યું હતું. જો કે રશિયાએ તેને થોડા કલાકોમાં સમાપ્ત કરી દીધું અને બોમ્બમારો શરૂ કરી દીધો હતો.

યુદ્ધમાં યુક્રેનની હાલત પતલી… બધા જ યુદ્ધ વિમાનો તબાહ થયા. જાણો વિગતે..

Exit mobile version