News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન રશિયન મોડલની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
આ મોડલનું નામ ગ્રેટા વેલડર છે અને તેનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો છે.
તેણે એક વર્ષ પહેલા સો. મીડિયા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 'મનોરોગી' કહીને પોસ્ટ શેર કરી હતી, ત્યારથી તે ગાયબ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વેલડરની હત્યાનો ગુનો તેના એક્સ બોયફ્રેન્ડે કબૂલ્યો છે.
એટલે કે આ હત્યાનો મોડલના રાજકીય વિચારો અને પુતિનના વિચારો સાથે કોઈ સંબંધ નથી.
આ સમાચાર પણ વાંચો : યુક્રેનમાં યુદ્ધ થોભી જશે, રશિયાનું વલણ નરમ પડશે? ઝેલેન્સ્કીએ આપ્યા આ મોટા સંકેત; જાણો વિગતે