News Continuous Bureau | Mumbai
વિશ્વની મહાસત્તા ગણાતી અને ભારત(India)ના પાડોશી રાષ્ટ્ર ચીન(China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(Xi jinping)સામે સેનાનો બળવો થયો હોવાની અને તેઓ નજરકેદ(House Arrest)માં હોવાની અફવાએ જોર પકડ્યું છે.
ચીન(China)ના ઘણા સોશિયલ મીડિયા હેન્ડલર્સનો દાવો છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી(Chinese Communist Party)ના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમને પીપલ્સ લિબરેશન આર્મી(People's Liberation Army)ના પ્રમુખ પદેથી હટાવી દીધા બાદ નજરકેદ કરી લેવાયા છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતી પરિવાર સાથે રહેતો ડોગી પણ ગુજરાતી બન્યો- માલકણ સાથે ઘૂમ્યો ગરબે- જુઓ ક્યૂટ વીડિયો
મીડિયા રિપોર્ટ અનુસાર, શી જિનપિંગને ગત 16 સપ્ટેમ્બરના રોજ એસસીઓ(SCO)ની બેઠક બાદ સમરકંદથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને સંભવત: હાલમાં તેઓ નજરકેદ હેઠળ છે. જો કે, હજુ સુધી આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
