News Continuous Bureau | Mumbai
શ્રીલંકામાં અત્યંત ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
પીએમ મહિન્દા રાજપક્ષે રાજીનામાં બાદ દરેક જગ્યાએ હિંસક ઘટનાઓ બની રહી છે.
સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધીમાં સાંસદ સહિત 5 લોકોના મોત થયા છે.
સામાન્ય લોકોએ શાસક પક્ષના સાંસદો અને મંત્રીઓ ઉપરાંત અન્ય નેતાઓ પર પ્રહારો શરૂ કર્યા હતા.
ભીડથી બચવા માટે એક સાંસદે કથિત રીતે આત્મહત્યા કરી હતી, જ્યારે બે મંત્રીઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સોમવારે જ શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષેએ ભારે દબાણ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
