ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
જૂના કાળની સોનાની નગરી લંકા અને વર્તમાનના શ્રીલંકાને દક્ષિણ એશિયામાં સૌથી મજબૂત ઇકૉનૉમીવાળો દેશ કહેવાતો હતો. વર્ષ ૨૦૧૯માં શ્રીલંકાને દુનિયાના ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશની શ્રેણીમાં મુકાયો હતો. આવો સુવર્ણ ઇતિહાસ ધરાવતો ભારતનો પાડોશી દેશ અત્યારે ભૂખે મરી રહ્યો છે. જનતાને ખાવાનાં ફાંફાં થઈ ગયાં છે. ગત અઠવાડિયે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ દેશમાં આપતકાળ જાહેર કર્યો છે. આવું થવા પાછળનાં આ કારણો હોવાનું કહેવાઈ રહ્યું છે.
શ્રીલંકાની સ્થાનીય મીડિયાના અહેવાલ મુજબ ત્યાંના અનાજના વ્યાપારીઓની સંગ્રહખોરી વધી ગઈ છે. એથી મોંઘવારી ફાટી નીકળી છે. ચોખા, સાકર, દૂધ પાઉડર, દાળ અને અનાજ જેવી જીવનાવશ્યક વસ્તુઓનો પુરવઠો અચાનક બંધ થઈ ગયો છે.
સુપર માર્કેટમાં લોકો લાંબી લાઇનોમાં ઊભા રહે છે, પણ અનાજ મળતું નથી અને જે વસ્તુઓ મળે છે તેમના ભાવ બેથી ત્રણ ગણા કરી નખાયા છે. સંગ્રહખોરીને અટકાવવા શ્રીલંકાએ તેની સેનાને તહેનાત કરી છે.
ભારતે વેક્સિનેશનના તોડ્યા તમામ રેકોર્ડ, સાંજના પાંચ વાગ્યા સુધીમાં અપાયા 2 કરોડથી વધારે રસીના ડોઝ
બીજા કારણો એ પણ છે કે કેટલીક વસ્તુઓની આયાત પર ત્યાંની સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, કોરોનાને લીધે પર્યટન વ્યવસાયને અસર થઈ છે, વિદેશી કરન્સીનો ભંડાર ઘટી ગયો છે તેમ જ વિદેશી કરજ શ્રીલંકાને માથે છે.
શ્રીલંકામાં 600થી વધુ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ છે. એમાં અનાજ, સ્ટાર્ચ, પનીર, માખણ, ચૉકલેટ મોબાઇલ, ફોન , પંખા ,ટીવી ,સંતરાં, અંગુર બિયર અને વાઇનનો સમાવેશ થાય છે. શ્રીલંકાને અત્યારે કાંદા, બટાટા, મસાલાથી લઈને ખાદ્ય તેલની આયાત કરવા માટે ૧૦૦ મિલિયન ડૉલરની જરૂરત છે.
આ દેશની કમાણીનો સૌથી મોટો હિસ્સો વિદેશી ઋણ ચૂકવવામાં જાય છે. બીબીસીના રિપૉર્ટ અનુસાર વર્ષ 2019માં વિદેશી કરન્સીના ભંડારમાં 7.5 બિલિયન ડૉલર હતા. જ્યારે અત્યારે 4 બિલિયન ડૉલર થઈ ગયા છે.