Site icon News Continuous Bureau | Mumbai

10 વર્ષની દીકરીની કમાલ, 1 મહિનામાં કરી અધધધ આટલા કરોડની કમાણી; જાણો એવું તે શું કર્યું કે નાની ઉંમરે થઈ ગઈ ફેમસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ઓસ્ટ્રેલિયાની રહેવાસી પિક્સી તેની માતા સાથે ફિજેટ્‌સ અને રંગબેરંગી પોપિંગ રમકડા બનાવે છે. આ રમકડાંની માંગ ખુબ જ વધારે છે. આ ઉપરાંત પિક્સીના નામ પર એક હેર એસેસરી બ્રાન્ડ પણ છે જે તેની માતા રોક્સીએ પોતે બનાવી છે. તેમાં ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર હેડબેન્ડ્‌સ, ક્લિપ્સ અને અન્ય એસેસરીઝ શામેલ છે.૧૦ વર્ષની છોકરી તેના રમકડાના વ્યવસાયમાંથી એટલી કમાણી કરે છે કે તે ૧૫ વર્ષની ઉંમરે પણ આરામથી નિવૃત્તિ લઈ શકે છે. પિક્સી કર્ટિસ નામની આ છોકરીને તેનો બિઝનેસ શરૂ કરવામાં તેની માતા રોક્સીએ ઘણી મદદ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે પિક્સીએ છેલ્લા એક મહિનામાં જ એક કરોડ ૪ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. રોક્સીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા માટે સૌથી રોમાંચક બાબત એ છે કે આટલી નાની ઉંમરે મારી પુત્રીમાં જે ઉદ્યોગસાહસિક ભાવના છે. જ્યારે આ પ્રતિભા મારામાં ક્યારેય ન હતી. હું પણ સફળ થવા માંગતી હતી. પણ મારી દીકરીએ આટલી નાની ઉંમરે બિઝનેસને સફળ બનાવીને મારું સપનું પૂરું કર્યું છે. રોક્સીએ જણાવ્યું કે તે સિડનીમાં તેના બાળકો અને પતિ ઓલિવર કર્ટિસ સાથે ૪૯.૭૨ મિલિયન રૂપિયાની હવેલીમાં રહે છે. તેણીએ વર્ષ ૨૦૧૨ માં ઓલિવર સાથે લગ્ન કર્યા હતા. રોક્સીના ઘણા સફળ વ્યવસાયો છે. તેણે જણાવ્યું કે જ્યારે તે પોતે ૧૪ વર્ષની હતી તે સમયે તે મેકડોનાલ્ડ્‌સમાં કામ કરતી હતી અને પગારદાર વ્યક્તિ જેટલી કમાણી કરી શકે તેટલી જ કમાણી કરતી હતી. રોક્સીએ કહ્યું, મારી પુત્રીના કારણે જ મને ઉદ્યોગસાહસિક બનવાની તક મળી અને ખુશીની વાત એ છે કે મારી દીકરીને આટલી નાની ઉંમરે એ બધું મળ્યું જે હવે મને મળી રહ્યું છે. રોક્સીએ કહ્યું કે અમે પિક્સી માટે તમામ પ્લાનિંગ તે પ્રમાણે કર્યું છે જેથી તે ૧૫ વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ લઈ શકે. પિક્સી હાલમાં સિડનીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ આ ઉંમરે પણ પિક્સી અને તેના ભાઈ પાસે એક કરોડ ૪૦ લાખ રૂપિયાની મર્સિડીઝ કાર છે.

 

રશિયના પ્રમુખ પુતિનના ભારત પ્રવાસથી આ બે દેશ નાખુશ, જાણો વિગતે

BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Exit mobile version