ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
પરમાણુ હુમલા કરવામાં સક્ષમ ભારતીય નૌકાદળના કાફલાની એકમાત્ર સબમરીન INS ચક્ર રશિયા પરત મોકલવામાં આવી છે. એક મીડિયા હાઉસના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. અકુલા વર્ગની સબમરીન રશિયાથી 2012માં ભાડે લેવામાં આવી હતી.
આ ભારતની બીજી સબમરીન હતી જે પરમાણુ ક્ષમતાવાળી હતી અને રશિયા પાસેથી લેવામાં આવી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર INS ચક્ર રશિયા પરત ફરી રહી છે, કારણ કે તેની લીઝની અવધિ સમાપ્ત થઈ ગઈ છે. 1988માં પણ ત્રણ વર્ષ માટે આવી જ સબમરીન રશિયાથી ભાડે આપવામાં આવી હતી. તેનું નામ પણ INS ચક્ર હતું.
યહૂદીના ઇઝરાયલમાં એક મુસલમાને કઈ રીતે સત્તા ખોરવી નાખી, તેની વાર્તા અહીં વાચો
INS ચક્રના રશિયા પરત ફરતાં કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકેહજી સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. 2019માં, ભારતે રશિયા સાથે 10 વર્ષ માટે પરમાણુ સબમરીન ભાડે આપવા માટે 3 અબજ ડૉલરની ડીલ કરી હતી. આ પ્રમાણે 2025 સુધીમાં રશિયા 3 સબમરીન ભારતીય નૌસેનાને સોંપી દેશે.