ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
દેવાના દળદળમાં પાકિસ્તાન વધારે ને વધારે ઉંડુ ઉતરી રહ્યું છે.
પાકિસ્તાન સરકારે જારી કરેલા આંકડા પ્રમાણે પાકિસ્તાનનુ કુલ દેવુ 50 લાખ કરોડ રુપિયાને પાર થઈ ગયુ છે. જેમાંથી 20 લાખ કરોડ રુપિયા તો પાક સરકારે લીધેલી લોન છે.
સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કબુલ કર્યું છે કે, હવે સરકાર પાસે દેશ ચલાવવા માટે નાણાં નથી અને ટેકસ ચોરીના કારણે સરકારની આવક પણ ઘટતી જાય છે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં ટેકસ કલ્ચર જ નથી. મેં અનેક વખત આ અંગે ચિંતા કરી છે અને તેને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કર્યા છે પણ પાકિસ્તાનના લોકો ટેકસ ભરવામાં માનતા નથી.
જાણકારોનું પણ કહેવું છે કે, પાકિસ્તાન પર એટલું દેવુ હવે છે કે, આખો દેશ વેચી દેવામાં આવે તો પણ દેવાની રકમ ભરપાઈ થઈ શકે તેમ નથી.
ઉલ્લેખનીય છે કે ઈમરાનખાન સરકારે ફેબ્રુઆરી 2019માં દેવુ ઘટાડીને 20 લાખ કરોડ કરવા માટે જાહેરાત કરી હતી પણ ઉલટાનુ દેવાની રકમમાં વધારો થઈ રહ્યો છે.