News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાનની(Afghanistan) રાજધાની કાબુલ(Kabul) એક વાર ફરી બોમ્બ બ્લાસ્ટથી(Bomb Blast) હલબલી ઉઠી છે.
મળતી માહિતી અનુસાર, રાજધાની કાબુલના પશ્ચિમી ભાગમાં એક સ્કૂલ નજીક ત્રણ ધમાકેદાર બ્લાસ્ટ થયા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ બ્લાસ્ટમાં 25નાં મોત અને ડઝનેક લોકો ઘાયલ(Injured) થયા છે.
જો કે, હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી રહી કે આ હુમલાની જવાબદારી કોણે લીધી છે.
સામાન્ય રીતે તો અફઘાનિસ્તાનમાં થનારા બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ(Islamic State) લેતું હોય છે.
આ સમાચાર પણ વાંચો : ના હોય, હવે ચાલાક ડ્રેગનની ચીની મીડિયામાં ભારતના ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ, જાણો શું છે મામલો