ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર, 2021
મંગળવાર
ટ્રાવેલ બ્લોગરને ગાલવાનમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના સ્મારક સાથે ફોટો પડાવવો મોંઘો પડ્યો છે
પ્રાપ્ત જાણકારી મુજબ એક જાણીતા ટ્રાવેલ બ્લોગર ને 7 મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.
સાથે એ પણ આદેશ આપ્યો છે કે 10 દિવસની અંદર ટ્રાવેલ બ્લૉગર સાર્વજનિક રીતે માફી માંગે.
આ બ્લોગર વિરુદ્ધ આરોપ છે કે તેણે ગલવાન ઘાટીમાં શહીદ જવાનોની સમાધિ પર તસવીરો ખેંચાવી હતી. જેનાથી ઘાટીમાં મોતને ભેટેલા ચીની સૈનિકોનું અપમાન થયું છે.
ઉત્તર પશ્ચિમી ચીનના ઝિંજિયાંગ ઉઇગર ક્ષેત્રના પિશાન કાઉન્ટી સ્થાનિક કોર્ટે આ સજા સંભળાવી છે.
મહત્વપૂર્ણ છે કે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની અથડામણ થઇ હતી. શરૂઆતમાં ચીને તેને થયેલા નુકસાનનો ઇનકાર કર્યો હતો.
જોકે બાદમાં આ વાત માની હતી કે તેને પણ નુકસાન થયું છે, પછી માર્યા ગયેલા જવાનોની યાદમાં સમાધિ બનાવી હતી.