ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાન પર તાલિબાનનાં કબજા બાદથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે.
આ ક્રમમાં આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચર્ચા થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સભા સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ કાઉન્સિલના સભ્યોને તાલિબાનની રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ તાજેતરની પરિસ્થિતિ અંગે માહિતી આપશે અને સભ્યોને વર્તમાન સ્થિતિથી અવગત કરાશે.
ભારત આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ પણ અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં અફઘાનિસ્તાનના મુદ્દે આ બીજી બેઠક છે.
