ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાંથી છેલ્લા અમેરિકા સૈન્યની વિદાય બાદ ભારતના નેતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક ઠરાવને મંજૂરી આપી છે
આ ઠરાવ હેઠળ અફઘાનિસ્તાનમાં તાલિબાનને માન્યતા આપવામાં આવી છે. આ સિવાય તાલિબાનમાંથી આતંકવાદીનો ટેગ પણ હટાવી દેવામાં આવ્યો છે. .
ફ્રાન્સ દ્વારા પ્રાયોજિત, યુકે, યુએસ અને ભારત સહિત 13 દેશો આ પ્રસ્તાવ માટે સંમત થયા. તે જ સમયે, વીટો પાવર સાથે રશિયા અને ચીને પોતાને દૂર રાખ્યા હતા
આ બંને દેશોએ ન તો તરફેણમાં કે ના વિરોધમાં મતદાન કર્યું હતું.
15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ઠરાવ લાવવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અફઘાન ભૂમિનો ઉપયોગ આતંકવાદીઓને આશ્રય આપવા માટે થવો જોઈએ નહીં અને જે લોકો દેશ છોડવા માંગે છે તેમને સુરક્ષિત રીતે ભાગી જવામાં મદદ કરવી જોઈએ.
અફઘાનિસ્તાન પર સતત નજર રાખવામાં આવશે અને આતંકવાદી પ્રવૃત્તિને પાલનપોષણ થતું હોવાનું જાણવા મળતાં જ તેનો નાશ કરવામાં આવશે.
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર : મહિનાના પહેલા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલો થયો ઘટાડો
