News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન(Ukraine Russia war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનiden) વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી. ચીન(China)ના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે (Global Times)આ બેઠકમાં પીએમ મોદી(PM modi)ના સ્ટેન્ડના વખાણ કર્યા હતા. હવે એકવાર ફરીથી ચીની અખબારે ભારત(India)નો પક્ષ લીધો અને કહ્યું કે અમેરિકા(USA)એ ઉભરતી શક્તિઓ સાથે વર્તવાની રીત શીખવી જોઈએ.
વાત જાણે એમ છે કે અમેરિકા-ઈન્ડિયા(India US) ટુ પ્લસ ટુ (2+2 Meeting)બેઠક બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishakar)અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh)ની હાજરીમાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંક(Antony Blinken)ને ભારતમાં માનવાધિકારોની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. જેનો ભારતે જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. જેને લઈને ગ્લોબલ ટાઈમ્સે ભારતના વલણના વખાણ કરતા અમેરિકાને ફટકાર લગાવી છે.
આ સમાચાર પણ વાંચો : ભારતના પાડોશી દેશ શ્રીલંકાનુ આર્થિક સંકટ વધુ ઘેરાયુ, હવે શેર માર્કેટમાં આટલા દિવસ 'નો ટ્રેડિંગ'; જાણો શું છે કારણ
ચીની અખબારે ટ્વીટ કરીને કહ્યું કે આઝાદ ભારતને માનવાધિકારો પર ભાષણ આપવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી. અમેરિકા ભારતને પોતાનો ગ્રાહક દેશ સમજવાનું બંધ કરે. અમેરિકા પોતાની મહાન નૈતિકતાઓ પોતાની પાસે રાખે અને ઉભરતી શક્તિઓ જોડે બરાબર વર્તવાનું શીખે. આ અગાઉ પણ ગ્લોબલ ટાઈમ્સે રશિયા-યુક્રેન મુદ્દે ભારતના તટસ્થ વલણના વખાણ કર્યા હતા. અખબારમાં છપાયેલા લેખમાં ચીની તજજ્ઞોએ કહ્યું હતું કે ભારતે જે સ્ટેન્ડ લીધું તે તેના માટે ફાયદાકારક છે.
અત્રે જણાવવાનું કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને(Antony Blinken) કહ્યું હતું કે ભારત અને અમેરિકા(India-US) માનવાધિકારના લોકતાંત્રિક મુદ્દાઓ પર પ્રતિબદ્ધતા શેર કરે છે. અમારી ભારતમાં માનવાધિકાર ભંગની કેટલીક ઘટનાઓ પર બાજ નજર છે. ભારતની કેટલીક સરકારો, પોલીસ અને જેલ અધિકારીઓ તરફથી માનવાધિકારોના ભંગના કેસમાં વધારો થયો છે. અમેરિકાની આ ટિપ્પણીનો ભારતે પણ મજબૂત જવાબ આપ્યો હતો. તે સમયે તો ભારતે કઈ ન કહ્યું પરંતુ ત્યારબાદ વિદેશમંત્રી એસ જયશંકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત પણ અમેરિકામાં માનવાધિકાર ભંગના કેસ પર નજર રાખી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટુ પ્લસ ટુ વાર્તામાં બંને દેશો વચ્ચે માનવાધિકાર મુદ્દે વાત થઈ નથી અને જો આગળ એમ થશે તો ભારત આ અંગે વાત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ સમાચાર પણ વાંચો : આ વિધાનસભા છે કે જંગનો અખાડો? PTI અને PML-N પાર્ટીના ધારાસભ્યો વચ્ચે છૂટ્ટા હાથે મારામારી, ડેપ્યૂટી સ્પીકરના વાળ ખેંચી લાફા મારવામાં આવ્યા; જુઓ વિડિયો જાણો વિગતે