News Continuous Bureau | Mumbai
રશિયન રાષ્ટ્રપતિ(Russian President) વ્લાદિમીર પુતિનના(Vladimir Putin) એક નવા વીડિયોએ તેમના સ્વાસ્થ્યને લઇને નવી ચિંતાઓ ઉભી કરી દીધી છે. સમાચાર છે કે તે બ્લડ કેન્સરથી(Blood cancer) પીડિત છે. ન્યૂયોર્ક પોસ્ટના(New York Post) એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં(President Kremlin) એક પુરસ્કાર સમારોહમાં(awards ceremony) હાજર હતા, જ્યાં તે હલી રહ્યા હતા અને ઉભા રહેવામાં તકલીફ પડી રહી હતી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોડિયમ પાસે ઉભા રહીને ભાષણ આપી રહ્યા છે અને પોતાના પગ હલાવતા જાેવા મળી રહ્યા છે. પુતિનના ડોક્ટરોએ તેમને સલાહ આપી છે કે તે પોતાના અસ્થિર સ્વાસ્થ્યના(Unstable health) કારણે લાંબા સમય સુધી સાર્વજનિક રૂપથી ક્યાંય હાજર ન રહે. પરંતુ તેમ છતાં પણ પુતિન એક સાર્વજનિક કાર્યક્રમમાં(public event) જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો :પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી
Putin’s legs shaking, he looks unsteady on his feet, fueling more speculation about his health. Video was taken Sunday. pic.twitter.com/TIVfK30tAp
— Mike Sington (@MikeSington) June 14, 2022
રશિયન રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય હંમેશા દુનિયાભર માટે ચર્ચાનો વિષય રહે છે અને જ્યારથી યૂક્રેન(Ukrain Attack) પર આક્રમણ શરૂ થયું છે, ત્યારથી તો અફવાઓ ચાલી રહી છે કે તે ગંભીરરૂપથી બીમાર છે.
મીડિયા રિપોર્ટ મુજબ રશિયાના નેતાનું એક વિશેષ સહયોગી છે જે પુતિનના વિદેશમાં હોવાથી તેમનું મળ અને મૂત્ર એકત્ર કરે છે અને તેને માસ્કોમાં(Moscow) નિપટાવવા માટે પરત લાવે છે. એ ડર છે કે તેમના મળમૂત્રને પાછળ છોડવાથી પુતિનના સ્વાસ્થ્ય વિશે વધુ જાણકારી સામે આવી શકે છે. ગત મહિને એક રશિયન નેતાએ કહ્યું હતું કે પુતિન બ્લડ કેન્સરથી પીડિત છે.