Site icon

વિશ્વની પ્રથમ એન્ટી મેલેરિયા વેક્સિન તૈયાર- આ 3 દેશમાં અમલમાં મૂકાશે- જાણો કેટલી અસરકારક છે રસી

News Continuous Bureau | Mumbai

મેલેરિયા (Malaria) સામે વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. ઘણા મહિનાઓના સંશોધન પછી, વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે વેક્સીન(Vaccine) વિકસાવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્રણ આફ્રિકી દેશો(African country)માં દુનિયાની પહેલી એન્ટી મલેરિયા વેક્સિન(Anti Malaria Vaccine) લગાવવાની જાહેરાત કરી છે. જાણીતી કંપની GlaxoSmithKline દ્વારા બનાવવામાં આવેલી Mosquirixને વિશ્વની પ્રથમ એન્ટિ-મેલેરિયલ રસી કહેવામાં આવી રહી છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આ રસી બનાવવા માટે $200 મિલિયનનું જંગી ફંડ આપ્યું હતું.

Join Our WhatsApp Community

અત્યાર સુધીના સંશોધનમાં આ રસી 30 ટકા સુધી અસરકારક હોવાનું કહેવાય છે. આ રસીના 4 ડોઝ લેવા પડશે. તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે ખૂબ મોંઘી હોવાનું કહેવાય છે. હાલમાં, તેની કિંમતને જોતા, આના સૌથી મોટા સમર્થક બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને ચિંતા વ્યક્ત કરતા આ વેક્સિનેશન કાર્યક્રમને નાણાકીય સમર્થન ના આપવાનો નિર્ણય કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : ઓહોહો- ઓમાનનો આ ઉદ્યોગપતિ મુંબઈના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર પર ચઢાવશે આટલા કરોડની કિંમતનો સોનાનો ગુંબજ-જાણો વિગત

ગેટ્સ ફાઉન્ડેશન (મેલિન્ડા એન્ડ ગેટ્સ ફાઉન્ડેશન) મેલેરિયા પ્રોગ્રામ્સના ડિરેક્ટર ફિલિપ વેલ્ખોફે આ સંદર્ભમાં પરિસ્થિતિ સમજાવી. તેમણે કહ્યું કે મેલેરિયાની રસીની અસરકારકતા અમે ઈચ્છીએ છીએ તેના કરતા ઘણી ઓછી છે. આ રસી પણ ઘણી મોંઘી છે અને તેને યોગ્ય લોકો સુધી પહોંચાડવી પણ ખૂબ જ પડકારજનક છે. જો વધુ જીવ બચાવવા હોય તો રસીની કિંમત અને ગુણવત્તા બંને પર ધ્યાન આપવું પડશે.

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version