Site icon

Viral News : પાદરીએ 20 વાર લગ્ન કર્યા, પોતાની પુત્રી સાથે પણ લગ્ન કર્યા

એક ખ્રિસ્તી પાદરી પર 20 લગ્ન કરવાનો આરોપ છે. તેની સૌથી નાની પત્ની 9 વર્ષની છે. ગંભીર વિષય એ છે કે તેણે પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

A father marries 20 times-even marries his own daughter

Viral News : પાદરીએ 20 વાર લગ્ન કર્યા, પોતાની પુત્રી સાથે પણ લગ્ન કર્યા

News Continuous Bureau | Mumbai

આ ઘટના અમેરિકાના એરિઝોનાની છે. આ પાદરીનું ( father ) નામ સેમ્યુઅલ રેપિલ બેટમેન છે અને તે 46 વર્ષનો છે. તે લેટર ડે સેન્ટ્સના જીસસ ક્રાઈસ્ટના ફંડામેન્ટલિસ્ટ ચર્ચ તરીકે ઓળખાતા ધાર્મિક જૂથના વડા છે. આ જૂથ બહુપત્નીત્વને ( marries ) માન્યતા આપે છે.

Join Our WhatsApp Community

2019માં આ ગ્રુપમાં 50 લોકોએ ભાગ લીધો હતો. બેટમેન પછી પોતાને પાદરી કહેવા લાગ્યો. ત્યારબાદ તેણે જાહેરાત કરી કે તે તેની પુત્રી સાથે (own daughter) લગ્ન કરી રહ્યો છે. અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઈએ તેના પર 20થી વધુ લગ્નો કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આમાંના મોટાભાગના પીડિતોની ઉંમર 15 વર્ષથી ઓછી છે. તેના પર આ છોકરીઓ સાથે લગ્ન કરવાનો અને તેમનું યૌન શોષણ કરવાનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો: MCD Election Exit Poll : ભાજપની વાપસી થશે કે પછી આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળશે?

તેણે તેના ત્રણ પુરૂષ અનુયાયીઓને તેની પુત્રીઓ સાથે સંભોગ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આમાંથી એક છોકરીની ઉંમર માત્ર 12 વર્ષની છે. તેમના કહેવા પ્રમાણે, આ છોકરીઓએ ભગવાન માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તે સપ્ટેમ્બરથી એફબીઆઈના રડાર પર હતો. તેને સ્થાનિક પોલીસે સગીર છોકરીઓ સાથે એરિઝોના રાજ્યની સરહદ પાર કરતા પકડી પાડ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જામીન અરજી કર્યા બાદ તે જેલની બહાર હતો.

તેના પર પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ છે. હવે તેની પુનઃ ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે કેસને ન્યાય અપાય ત્યાં સુધી તેને જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે.

US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Exit mobile version