ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021
એક નાનું પક્ષી આખા હિંદ મહાસાગરને પાર કરી અમેરિકાથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યું. ત્યાંના અધિકારીઓ તેને ક્વોરેન્ટાઇન માટે જોખમી હોવાનું માની તેને મારી નાખવા માગે છે. કારણ કે અમેરિકામાં જોખમી રીતે કોરોના ફેલાયેલો છે. બની શકે આ પક્ષી દ્વારા તેના વાયરસ ઓસ્ટ્રેલિયા મા પ્રવેશી જાય.
આ વિદેશી પક્ષી 26 મી ડિસેમ્બરે મેલબોર્નના એક ઘરના પાછલા આંગણામાં પડેલી મળી હતી. આ પક્ષી અમેરિકાના ઓરેગોનમાં 29 ઓક્ટોબરના રોજ એક રેસમાંથી ગાયબ થઈ ગઈ હતી. તેનું નામ યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનના નામ પર રાખવામાં આવ્યું હતું..
નિષ્ણાતોને શંકા છે કે તે પેસિફિક મહાસાગર પાર કરવા માટે કાર્ગો શિપની પર બેસીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હોય શકે. હજારો કિલોમીટર ની ઉદાન ભરી ઓસ્ટ્રેલિય પહોંચવાની આ ઘટનાએ મીડિયામાં ખૂબ ખ્યાતિન અપાવી છે.
જેના વાડામા આ પક્ષી મળી આવી છે તેના કહેવા પ્રમાણે, "આ પક્ષી અમેરિકાનું છે અને લોકોને બર્ડ ફ્લૂથી ચિંતા છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં બાયોસાયક્યુરિટી માટે જવાબદાર કૃષિ વિભાગનું કહેવું છે કે કબૂતરને ઓસ્ટ્રેલિયામાં રહેવાની મંજૂરી નથી" કારણ કે તે "'ઓસ્ટ્રેલિયાની ખાદ્ય સુરક્ષા અને જંગલી પક્ષીઓની વસ્તી માટે ખતરારૂપ છે."
આ પહેલાં કબૂતર માટે સૌથી લાંબી ઉડાનનો રેકોર્ડ 1931 માં નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ એક કબૂતર ફ્રાન્સના આરસથી વિયેટનામના સાઇગોન સુધીની સફર કરી પહોંચ્યું હતું. આ 11,600 કિ.મી.નું અંતર કાપતા તે કબૂતરને 24 દિવસ લાગયાં હતાં.
